અમરેલી જિલ્લામાં ખેડૂતો પર થયેલા કેસ પરત ખેંચવા સરકારમાં રજૂઆત

04 April 2020 02:04 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં ખેડૂતો પર થયેલા કેસ પરત ખેંચવા સરકારમાં રજૂઆત

અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતો પર જાહેરનામા ભંગ ના કેશ પરત ખેંચવા પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ ની રજુવાત કરી છે.
સમગ્ર વિશ્વ માં કોરોના મહામારી ના કારણે આજે સમગ્ર દેશ માં લોકડાઉન છે અને તેમાટે સરકાર દ્વારા જાહેરનામું બહારપાડવામાં આવ્યું છે. જેમાંનો એક મુદ્દો કોઈ ખેડૂતના ખેતર માં ખેતમજુર કામ કરે છે અને તે પરપ્રાંતીય છે તેવા ખેત મજૂરો ખેડૂતો ને જણ કર્યા સિવાય વાડીએ વસવાટ કરતા હોવાથી જણ કર્યા વગર પોતાના વતન માં નીકળી જાય છે અને પોલીસ મેં રસ્તા પર મળતા જે તેની પૂછપરછ કરવામાં આવે ત્યારે જે ખેડૂત ની વાડીમાં તે ખેતમજુર તરીકે કામ કરતા હોય તે ખેડૂત પર જાહેરનામાં ભંગ નો ગુનો દાખલ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં આવા કિસ્સા સામે આવ્યા છે પરંતુ આ બાબતે ખેડૂત નિર્દોષ હોવાથી ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ દ્વારા સરકાર માં આ બાબતે યોગ્ય નિર્ણય કરી આવા કેશ ના કરવા અને જે કેશ થયેલા છે તેને પરત ખેંચવા રજુવાત કરવામાં આવી છે.


Loading...
Advertisement