કોરોનાને રોકવા મોરબી જિલ્લાનો સમગ્ર આરોગ્ય વિભાગ ખડેપગે

04 April 2020 02:04 PM
Morbi
  • કોરોનાને રોકવા મોરબી જિલ્લાનો સમગ્ર આરોગ્ય વિભાગ ખડેપગે

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી, તા. 4
મોરબી જિલ્લામાં અત્યાર સુધી એક પણ પોઝિટીવ કેસ નોંધાયેલ નથી તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની તમામ સુચનાઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહિવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે
મોરબી જિલ્લામાં 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 5 અર્બન હેલ્થ સેન્ટર, 6 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 1 સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, 1 ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, તેમજ 5 તાલુકા હેલ્થ ઓફિસ તથા જિલ્લાના 198 પેટા આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અધિકારીઓ/કર્મચારીઓ કોરોના અંતર્ગત કામગીરીમાં જોડાયેલ છે અને અધિકારીઓ અને કર્મચારીઓની વાત કરીએ તો મોરબી જિલ્લા કક્ષામાં 8 જિલ્લા કક્ષાના અધિકારીઓ, 30 ટેકનીકલ કર્મચારીઓ તેમજ 60 જેટલા મેડીકલ ઓફિસરઓ (એમ.બી.બી.એસ.), તેમજ 13 જેટલા આયુષ મેડીકલ ઓફિસરઓ અને 34 આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસરઓ, 48 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરઓ ઉપરાંત 50 લેબોરેટરી ટેકનિશિયન અને 35 ફાર્માશીસ્ટ ઉપરાંત 375 જેટલા ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, 60 મેલ અને ફીમેલ સુપરવાઇઝર, 900 આશાબહેનો તથા 700 જેટલા આંગણવાડી વર્કર બહેનો અને 100 જેટલા સફાઇ કામદારો ઉપરાંત ડ્રાઈવર ફરજ બજાવી રહ્યા છે.મોરબી સિવિલ હોસ્પિટલમાં સ્પીટલમાં સર્જન સહિત 6 અલગ અલગ સ્પેશ્યાલીસ્ટ ડોકટરઓ, 17 મેડીકલ ઓફીસર, 10 ફાર્માસીસ્ટ, 67 નર્સીંગ સ્ટાફ તેમજ 12 લેબ. ટેકનીશીયન તથા 4 એક્ષરે ટેકનીશીયન અને 100 જેટલા સફાઇ કામદાર કામગીરી કરી રહ્યા છે. કોરોના સર્વે માટે પ્રાથમિક શિક્ષકઓનો પણ સહકાર લેવામાં આવી રહ્યો છે સ્વૈચ્છીક સંસ્થાઓ વગેરે પણ કોરોના અટકાયતી કામગીરીમાં સહકાર આપી રહેલ છે. આ ઉપરાંત પણ કોરોના વાયરસ સામેની જંગમાં વહિવટી તંત્રના અનેક વિભાગો, શાખાઓ, સમગ્ર પોલીસ તંત્ર સહિત કામગીરી કરી રહ્યા છે.


Loading...
Advertisement