નજીવા પૈસાની દોડમાં ભૂલી ગયા "ઘર"!: સિરામીક ઉદ્યોગપતિએ લોકડાઉનનો સદુપયોગ કરીને કરી રચના

04 April 2020 02:02 PM
Morbi
  • નજીવા પૈસાની દોડમાં ભૂલી ગયા "ઘર"!: સિરામીક ઉદ્યોગપતિએ લોકડાઉનનો સદુપયોગ કરીને કરી રચના

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 4
તાજેતરમાં લેાક ડાઉન હેાય નલરાસની પળમાં લેાકેાની સર્જનાત્મકતા ખીલી ઉઠી છે મેારબીના એલવી સિરામીક સાથે સંકળાયેલા યુવા ઉધેાગકારે ઘેર બેઠા નવરાસના સમયનેા ઉપયેાગ કપીને પેાતાની રચના બનાવી છે જેમાં "ઘર" શું છે...? તે દર્શાવવામાં આવ્યુ છે.
નજીવા પૈસાની દોડમાં ભૂલી જ ગયાં હતાં કે આપણે સાંજ થાયને જે જગ્યાએ મળીએ છીએ અને રાતવાસો કરીએ છીએ એને ઘર કહેવાય છે..!
દુનિયા નો છેડો એટલે ઘર...પણ હવે તો લાગે છે કે આ છેડામાં જ આખી દુનિયા છે.ઘર પાસે ઘણુંબધું છે એમ કહું કે બધું જ છે.ઘર પાસે કલરવ છે,ઘર પાસે આરામ છે,ઘર પાસે હાસ્ય છે,ઘર પાસે રુદન છે,ઘર પાસે શ્ર્વાસ છે,ઘર પાસે વિશ્ર્વાસ છે.ઘરનું બ્લડ ગૃપ શાંતિ છે.
ઘર આલિશાન છે,ઘર મંદિર છે, ઘરએ દુનિયાએ આપેલાં ઘાવને સાજા કરવાનો મલમ છે,ઘરએ જીવનમાં લાગતાં દરેક થાકને ઉતારવાનું સરનામું છે,ઘરએ શિવાલયથી વધુ જીવાલય છે.પુરુષએ ઘરની છાતી છે અને સ્ત્રીએ છાતીમાં ધબકતું હ્રદય.ઘરમાં સ્ત્રી છે એટલે ઘરને હ્રદય છે.બાળકો અને વડીલો ઘરનાં ઘબકાર છે.થોડી ઈંટોને સિમેન્ટ અને સળીયાનું બંધારણ આપી ચાર દિવાલ ઉભી કરી દેવામાં આવે એટલે એને ઘરનો દરજ્જો નથી મળતો.ચાર દિવાલથી તો માત્ર મકાન બને છે.પરંતુ જયારે આ ચાર દિવાલની વચ્ચે ચાર જણા એકબીજા સાથે આદર, પ્રેમ અને સ્નેહથી રહેવાનું ચાલુ કરે ત્યારે આ મકાનને ’ઘર’ નો દરજ્જો મળે છે.આપણું જીવન ઝડપી થઈ ગયું છે અને જિંદગી એકદમ ધીમી.નવાઈની વાત તો એ છે કે આપણે શાંતિ અને આરામથી જીવવા માટે સગવડયુક્ત ઘર બનાવીએ છીએ અને પરિણામએ આવે છે કે સગવડ ઊભી કરવામાં જ આખું જીવન પુરૂ થઈ જાય છે..! એટલુ બધું દોડીએ છીએ કે છેલ્લા શ્ર્વાસ પણ ઘરમાં નથી છોડી શકતાં..! ચાલો આપણેએ ભૂલ ન કરીએ.જેવું હોય એવું ઘરમાં જીવી લઈએ.ઈશ્વરનો આભાર માનવો રહયો કે એની કૃપાથી કાંઈ નહીં તો એક કહી શકાય એવું સરનામું તો છે આપણી પાસે.બાકી ઘણાંની આખી જિંદગી ફૂટપાથ અને રેલ્વે સ્ટેશન કે રસ્તાની કોર ઉપર જ પૂરી થઈ જાય છે.યાદ રહે આપણે ઘરમાં પુરાયા નથી પણ ઘરને ઉજવી લેવાની તક મળી છે.તો ઉજવી લો.આપણાં અસ્તિત્વનાં સરનામા ને સૌ ને ’ઘર મુબારક....’


Loading...
Advertisement