ધોરાજી નજીકના લાઠ ગામે જાહેરમાં જૂગાર રમતા 11 શખ્સો ઝડપાયા

04 April 2020 02:01 PM
Dhoraji
  • ધોરાજી નજીકના લાઠ ગામે જાહેરમાં જૂગાર રમતા 11 શખ્સો ઝડપાયા

પાટણવાવ પોલીસે બે જગ્યાએ પાડેલા દરોડા: 16140નો મુદ્દામાલ કબ્જે

ધોરાજી તા.4
ધોરાજી નજીકના લાઠ ગામે જાહેરમાં જૂગાર રમતા 11 શખ્સોને પોલીસે પકડી પાડી 16140નો મુદ્દામાલ કબજે કરેલ છે.
આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે પાટણવાવ પોલીસને મળેલ પૂર્વ બાતમીના આધારે લાઠ ગામે પોલીસને જુદી જુદી બે જગ્યાએ દરોડો પાડયે હતો જેમાં જાહેરમાં જુગાર રમતા રમેશ બાવનજી ગરથરીયા, નટવર મગન, રણછોડ બીજલ ભરાડીયા, જગદીશ ઠાકરશી મકવાણા, બટુકસિંહ સહીતનાઓને રૂા.20,900ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડેલ હતા.
તેમજ અન્ય એક જુગારની રેડમાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણ દાના સોલંકી, સંજય ઉર્ફ ચનો જીવા સોલંકી, કાનજી દાના સોલંકી, કુશાલ મગન મારડીયા, નારણ કારા ડોગર અને રવજી રસીક રોકડ સહિતનાઓને રૂા.16140ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. આ બનાવ અંગે બીટ જમાદાર મેહુલભાઈ સુવા તપાસ ચલાવી રહેલ છે.


Loading...
Advertisement