ગોંડલમાં સગીરાની પજવણી કરતા ઢગાની ધરપકડ : જેલ હવાલે કરાયો

04 April 2020 01:58 PM
Gondal Crime
  • ગોંડલમાં સગીરાની પજવણી કરતા ઢગાની ધરપકડ : જેલ હવાલે કરાયો

ગોંડલમાં એસઆરપી સામે આવેલ રોયલપાર્ક-1માં રહેતો નયન રામજીભાઈ ટાંક નામનો પરણીત એક સંતાન નો બાપ (ઢગો) પોતાના પાડોશી ની સગીર પુત્રીને અવાર નવાર ઈશારા કરી બદ ઇરાદે એકાંત માં બોલાવતો હતો.
જે બાબતે તેને સમજાવવા છતાં તે ઢગા માં કાંઈ સુધારો થવાનાં બદલે લાજવાને બદલે ગાજવા લાગ્યો.અને પાડોશીની સાથે ઝઘડો કરી તેને લાફા માર્યા.ત્રણ મહીનાથી આ ઢગો પજવણી કરતો હોય અંતે કંટાળી ને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
ગોંડલ સીટી પોલીસનાં કર્મનિષ્ઠ પીએસઆઇ બી.એલ. ઝાલા એ ફરિયાદી ની ફરિયાદ ના આધારે તટસ્થ તપાસ કરી નયન રામજીભાઈ ટાંક વિરુદ્ધ આઇપીસી કલમ:-354 (એ) 323,504,તથા પોકસો કલમ-12, મુજબ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી આરોપીને જેલ હવાલે કરેલ છે.


Loading...
Advertisement