જુનાગઢ જિલ્લામાં 246 વ્યકિતઓનો કવોરન્ટાઈન સમય પૂર્ણ: હજુ 135 હોમ કવોરન્ટાઈન હેઠળ

04 April 2020 01:56 PM
Junagadh
  • જુનાગઢ જિલ્લામાં 246 વ્યકિતઓનો કવોરન્ટાઈન સમય પૂર્ણ: હજુ 135 હોમ કવોરન્ટાઈન હેઠળ

6 દર્દીઓને સરકારી સુવિધા હેઠળ સારવાર શરૂ

કોરોના વાયરસને રોકવા અન્ય દેશ રાજયમાંથી આવોલા લોકોને કવોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. જુનાગઢ જીલ્લામાં કવોરન્ટાઈનમાં રહેલા આવા કુલ 240 લોકોના 14 દિવસનો કવોરોનાઈન સમય ગઈકાલે પૂર્ણ થયો હતો 171 લોકો ઘરમાં તેમજ સરકારી સુવિધામાં કવોરન્ટાઈન હેઠળ છે. આઈસોલેશન વોર્ડમાં એકપણ વ્યકિત નથી.
વિશ્ર્વ આખુ કોરોના વાયરસના કારણે હાહાકાર મચી છે ત્યારે સંક્રમણને પ્રસરતુ રોકવા હાલ દેશમાં લોકડાઉન અમલમાં છે. જુનાગઢમાં જે લોકો વિદેશથી તેમજ અન્ય રાજયોમાંથી આવેલાને કવોરન્ટાઈનમાં રખાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં 114 શહેરી વિસ્તારના 131 મળી કુલ 246 લોકોનો 14 દિવસ સુધીનો કવોરન્ટાઈન હેઠળ રહેવા આપવામાં આવી હત. હાલ ગ્રામ્ય વિસ્તારના 18 તેમજ શહેરી વિસ્તારના 165 લોકોને હોમ કવોરન્ટાઈન હેઠળ છે તેમજ ગ્રામ્યના બે અને શહેરના ચાર વ્યકિત સરકારી સુવિધામાં કવોરન્ટાઈનમાં છે. શંકાસ્પદ વ્યકિતના સેમ્પલ લેવાયા હતા તેમાં એકપણ કેસ ન આવતા તંત્રએ અને લોકોએ રાહતનો દમ લીધો હતો.


Loading...
Advertisement