ભાવનગરમાં જાહેરનામાનો ભંગ કરનાર 35 વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી

04 April 2020 01:47 PM
Bhavnagar
  • ભાવનગરમાં જાહેરનામાનો ભંગ કરનાર 35 વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી

ભાવનગર પોલીસ દ્વારા આજે જાહેરનામાનો ભંગ કરનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ વાહન ચાલકો વિરુદ્ધ પણ નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. ભાવનગર શહેર અને જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનાર 24 વ્યક્તિ વિરુદ્ધ આઈ.પી.સી.188 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ ઉપરાંત ડ્રોન કેમેરા મારફત એક વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ તંત્ર દ્વારા ધી એપિડેમીક રેગ્યુલેશન એક્ટ મુજબ 10 વ્યક્તિઓ વિરુદ્ધ આઈ.પી.સી.269,270,271 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ મુજબ શહેર અને જિલ્લામાં 46 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા.


Loading...
Advertisement