જસદણમાં લોકડાઉનના કડક અમલ માટે પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી

04 April 2020 01:42 PM
Jasdan
  • જસદણમાં લોકડાઉનના કડક અમલ માટે પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી

લોકોને ઘરમાં જ રહેવા પોલીસની અપીલ

જસદણમા કલમ 144 લોકડાઉનનો કડક અમલ કરાવવા પોલીસ ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખી રહી છે શહેરના તમામ ચોક પોઈન્ટ ઉપર સતત પોલીસ પેટ્રોલીંગ થઈ રહ્યું છે તેમ છતા કોઈના કોઈ બહાના હેઠળ એકલ દોકલ લોકો લટાર મારવા નિકળે છે તેમજ શેરી ગલીઓમા કોઈ ભેગા ના થાઈ તેના માટે પીએસઆઈ જોષી અને ટીમ દ્વારા શહેરના સરદાર ચોક, આંબલી ચોક, ટાવર ચોક જે મુખ્ય વિસ્તારોમાં એક કીમી રેન્જ કવર કરે તેવા ડ્રોન કેમેરા ઉડાડી બાજ નજર રાખી રહ્યા છે. હાલ કલમ 144 નુ પોલીસ દ્વારા ચુસ્ત પણે પાલન કરાવાઈ રહ્યુ છે તો લોકો પણ સ્વૈચ્છાએ પાલન કરે છે છતા કોઈ ઈસમ લોકડાઉનનુ પાલન નહી કરે તો તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેથી લોકો ઘરે રહે અને સુરક્ષીત રહે અને કોરોના સામેનો જંગ લડવામાં સહાયક બને તેવી અંતમાં પીએસઆઈ જોષી સાહેબે અપીલ કરી છે.


Loading...
Advertisement