જસદણમાં ઘર પાસે ગાળો બોલતા-બોલતા નીકળેલા શખ્સને ટપારતાં મહીલાને માર માર્યો

04 April 2020 01:40 PM
Jasdan
  • જસદણમાં ઘર પાસે ગાળો બોલતા-બોલતા નીકળેલા શખ્સને ટપારતાં મહીલાને માર માર્યો

રાજકોટ, તા. 4
જસદણના ગોખલાણામાં રહેતા રીટાબેન રમેશભાઈ મકવાણા (કોળી) (ઉ.વ.25) નામના મહીલા પોતાના ઘરે ફળીયામાં કામ કરતા હતા ત્યારે ઘર પાસેથી ઘનશ્યામ નાગજીભાઈ મકવાણા ગાળો બોલતા-બોલતા નીકળતા તેને સમજાવવા રીટાબેન બહાર નીકળતા ઉશ્કેરાયેલા ઘનશ્યામે ઢીકાપાટુ તેમજ લાકડીથી માર મારતાં તેમને હોસ્પીટલમાં ખસેડાયા છે. આ મામલે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.


Loading...
Advertisement