જસદણના બાખલવડ ગામે હોમ કવોરન્ટાઈન ભંગનો ગુનો નોંધાયો

04 April 2020 01:40 PM
Jasdan
  • જસદણના બાખલવડ ગામે હોમ કવોરન્ટાઈન ભંગનો ગુનો નોંધાયો

જસદણ તાલુકાના બાખલવડ ગામના યુવાને હોમ કોરેન્ટાઇલનો ભંગ કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ કલેક્ટર અને રાજકોટ એપીની સૂચના મુજમ જસદણ તાલુકાના બાખલવડ ગામે રહેતો યુવાન કલ્પેશ છગનભાઇ મેણીયા (ઉ. વ. 25 ) ને તા. 29-3 થી તા. 11-4 સુધી હોમ કોરેન્ટાઇલ કરેલો હોવા છતાં તે બહાર નીકળતો હતો. વહીવટીતંત્રને આ બાબતની બાતમી મળતા આ અંગે બાખલવડના તલાટી મંત્રી મનીષાબેન અમરસિભાઈ મકવાણાએ જસદણ પોલીસમાં આઈપીસી કલમ 270, 188 અને એપેડેમીક ડિસિસ એકટની કલમ હેઠળ ગુન્હો નોંધાવતા જસદણ પોલીસ સ્ટેશન પીએસઆઈ નિકુંજભાઈ જોશી સહિતના સ્ટાફે આ યુવાનની અટકાયત કરી તેમને રાજકોટ પથિકશ્રમ ખાતેના સરકારી કોરેન્ટાઇલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવાન ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો હોય થોડા દિવસ પહેલા મેંગ્લોર થી બાખલવડ ખાતે આવ્યો હતો. જેની બીજા રાજ્યની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાથી તેને હોમ કોરેન્ટાઇલ કર્યો હતો.


Loading...
Advertisement