ફીશીંગ કરી આવેલા ખલાસીઓને બોટમાં કવોરન્ટાઈન કરાયા

04 April 2020 01:26 PM
Veraval
  • ફીશીંગ કરી આવેલા ખલાસીઓને બોટમાં કવોરન્ટાઈન કરાયા

વેરાવળમાં બે પોઝીટીવ કેસ નોંધાય ચુકેલ હોય ત્યારે કોરોના વાયરસના સંક્રમણને નાથવા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર, નગરપાલિકા તંત્ર સજાગ થઇને કામગીરી કરી રહ્યા છે જે અંતર્ગત વહીવટી તંત્રની સતર્કતાના કારણે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક ફીશીંગ કરી આવેલ પાંચ ફીશીંગ બોટો વેરાવળ બંદર કિનારે ન લાવતા નજીક સમુદ્રમાં જ રોકી રાખવામાં આવેલ છે. આરોગ્ય વિભાગની બે ટીમો ડો.કાનજી માલમ અને ડો.ઇશ્વર ડાકી દ્વારા તેમનું મેડીકલ ચેકઅપ અને સ્ક્રીનીંગ કરવામાં આવેલ અને આ પાંચ ફીશીંગ બોટોના 27 ખલાસીઓને બોટમાં કોરોન્ટાઇન કરવામાં આવેલ છે અને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયા નથી. બોટના ખલાસીઓ ઉના વિસ્તારના છે.


Loading...
Advertisement