વંથલીના આખા ગામે પ્રૌઢની હત્યા કરી નાસી જનારા બંને આરોપીઓ પકડાયા

04 April 2020 01:23 PM
Veraval
  • વંથલીના આખા ગામે પ્રૌઢની હત્યા કરી નાસી જનારા બંને આરોપીઓ પકડાયા

ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી પોલીસને સોંપ્યા

વંથલી તાલુકાના આખા ગામની સીમમાં આડા સબંધમં માતાના પ્રેમીની હત્યા બે પુત્રોએ કરી નાખી બન્ને ભાઈઓ ભાગી છુટયા હતા જેને ગઈકાલે એલસીબીએ બન્નેને દબોચી લઈ વંથલી પોલીસના હવાલે કરી દીધા હતા.
વંથલી તાલુકાના આખા ગામની સીમમાં ભાગીયુ રાખી ખેતરમાં કામ કરતા ગામેતી સુલેમાન તૈયબ દલ પ્રૌઢને નસીમાબેન સાથે આડા સબંધ હોય જેનાથી નસીમાબેનના પતિએ કંટળી જઈ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધાનું બહાર આવ્યું છે. બન્ને પુત્રોએ આ વાત મગજમાં રખી વેત મળ્યે પતાવી દેવાનું નકકી કર્યુ હતું. મૃતક સુલેમાન તૈયબ દલનું ટીફીન (જમવાનું) પણ નસીમાબેનને ત્યાંથી જતુ હતું. ગુરૂવારના બપોરના બેના સુમારે સુલેમાન દલ જમીને વાડીએ ખાટલામાં સુતો હતો અને બાજુમાં જ બન્ને ભાઈઓ સોહીલ ઉર્ફે સાહીકયો બોદુ દલ અને સેફૂલ્લાએ ભર ઉંઘમં સુતેલા સુલેમાન તૈયબ દલના માથામાં પાવડા અને લોખંડની ખપારી વડે ઘાતકી હુમલો કરી ખોપરીના ફૂરચા ઉડાવી દીધા હતા અને દાંતાની ખબારીથી આંતરડુ બહાર કાઢી ખપારી પીઠ સુધી ઉતારી દેતા ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી દઈ બન્ને ભાઈઓ ભાગી છુટયા હતા. બનાવની દોઢ બે કલાક બાદ મૃતકના પિતરાઈ ભાઈને જાણ થતા આરોપી સોહીલ અને તેના ભાઈ સેફૂલ્લા પર ગુનો દાખલ કરતા ગઈકાલે એલસીબી પોલીસે બન્ને ભાઈઓની ધરપકડ કરી વંથલી પોલીસને હવાલે કરતા પીએસઆઈ ચૌહાણે રીમાન્ડની તજવીજ હાથ ધરી હત્યામાં વપરાયેલ હથીયારો કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે.


Loading...
Advertisement