ભારતમાં લોકડાઉન 14 એપ્રિલે ખત્મ થવાનુ મુશ્કેલ; અભ્યાસનું તારણ

04 April 2020 11:24 AM
India
  • ભારતમાં લોકડાઉન 14 એપ્રિલે ખત્મ થવાનુ મુશ્કેલ; અભ્યાસનું તારણ

ચીનની પેટર્ન મુજબ લોકડાઉન છે અને તે ધોરણે જ સરકાર આગળ વધે તો જુનના છેલ્લા સપ્તાહથી માંડીને સપ્ટેમ્બરના બીજા અઠવાડીયા સુધી લંબાઈ શકે: બીસીજીનો સ્ટડી

નવીદિલ્હી, તા. 4
ભારતમાં કોરોના સામેનો જંગ જીતવા માટે ત્રણ સપ્તાહનુ લોકડાઉન છે. 14મીએ તે પૂર્ણ થવાનુ છે વાસ્તવમાં તે ખત્મ થશે કે લંબાવાશે તે વિશે અટકળો પ્રવર્તી રહી છે ત્યારે બોસ્ટન ક્નસલ્ટીંગ ગ્રુપ (બીસીજી) દ્વારા એવો રીપોર્ટ જારી કરવામાં આવે છે કે જુન કે સપ્ટેમ્બર સુધી તે ખત્મ થઈ શકે તેમ નથી.

બીસીજી ગ્રુપ દ્વારા ચીનના લોકડાઉનને આધાર ગણવામાં આવ્યો છે. ભારતે તે પેટર્નથી જ લોકડાઉન લાગૂ પાડયાનું અભ્યાસનું તારણ છે. અભ્યાસ રીપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે, ચીનના સમયપત્રક મુજબ ભારતમાં લોકડાઉન થયુ છે અને તેના આધારે જ પ્રક્રિયા યથાવત રહે તો ભારતમાં જુનના ચોથા સપ્તાહથી માંડીને સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી લોકડાઉન લંબાય શકે છે.

ભારતમાં લોકડાઉન તથા નિયંત્રણો લાંબા વખત સુધી ચાલુ રાખવાનો એક પડકાર જ છે. આરોગ્ય તંત્રની તૈયારી વગેરે મોટો ભાગ ભજવી શકે છે. ભારતમાં 24 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન શરૂ થયાનું ઉલ્લેખનીય છે. માત્ર આવશ્યક ચીજો-સેવાઓને જ છુટ્ટ આપવામાં આવી છે.

બોસ્ટન ક્નસલ્ટીંગ ગ્રુપ અમેરિકી કંપની છે અને કોરોના વાઈરસની પેટર્ન સહિતના પાસાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. જહોન હોય કીન્સ યુનિવર્સિટીના આંકડાકીય રીપોર્ટ-તારણોનું વિશ્લેષણ કર્યુ છે.


Loading...
Advertisement