શેરબજારમાં કોરોના ગભરાટથી મંદીનો દોર: સેન્સેકસમાં 665 પોઈન્ટનો કડાકો: રૂપિયો ફરી ગગડયો

03 April 2020 06:10 PM
Business
  • શેરબજારમાં કોરોના ગભરાટથી મંદીનો દોર: સેન્સેકસમાં 665 પોઈન્ટનો કડાકો: રૂપિયો ફરી ગગડયો

સોના-ચાંદીમાં ઉછાળો: ક્રૂડ તેલની તેજીનો પ્રત્યાઘાત

મુંબઈ શેરબજારમાં કોરોનાના ગભરાટ હેઠળ આક્રમણકારી વેચવાલીથી મંદીનો દોર યથાવત રહ્યો હતો અને સેન્સેકસમાં 665 પોઈન્ટનો કડાકો સર્જાયો હતો.
શેરબજારમાં આજે માનસ મંદીનુ જ હતું.
ભારત સહિત વિશ્ર્વભરમાં કોરોના કેસો વધતા હોવાનો ગભરાટ હતો.શેર બ્રોકરોના કહેવા પ્રમાણે કોરોનાનો કયારે ખાત્મો થશે અને અર્થતંત્ર પર કેવીક અસર થશે તેના પર જ ભાવી ચાલનો આધાર રહેશે.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 665 પોઈન્ટના કડાકાથી 27599 હતો જે ઉંચામાં 28639 તથા નીચામા 27540 હતો.
નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 171 પોઈન્ટ ગગડીને 8082 હતો જે ઉંચામાં 8356 તથા નીચામાં 8065 હતો. બેંક, મેટલ, ઓટો સહિતના ક્ષેત્રોના શેરોમાં ગાબડા હતા.
ચાલુ બજારમાં ડોલર સામે રૂપિયો ફરી ગગડયો હતો. 46 પૈસા ઘટીને 76.01 હતો. સોનુ 500 રૂપિયાના ઉછાળાથી 43750 તથા ચાંદી 1200 રૂપિયા વધીને 41125 હતું.


Loading...
Advertisement