ફકત કોરોના નહી કમજોર ફિલ્મોથી પણ બોલીવુડનો ધંધો બગડયો

03 April 2020 05:54 PM
Entertainment India
  • ફકત કોરોના નહી કમજોર ફિલ્મોથી પણ બોલીવુડનો ધંધો બગડયો

ચાલુ વર્ષના પ્રથમ ત્રણ માસમાં રિલીઝ થયેલી તમામ ફિલ્મોમાં પ્રેક્ષકોને આકર્ષવાનો દમ ન હતો: 2019ના પ્રથમ ત્રણ માસમાં ઉરી જેટલો ધંધો આ વર્ષે પાંચ ફિલ્મોએ પણ ન કર્યો

મુંબઈ તા.3
બોલીવુડ હાલ કોરોનાને દોષ આપીને જાન્યુઆરીથી માર્ચના પીરીયડમાં ફિલ્મો ફલોપ ગઈ તેવો ધોખો કરે છે. વાસ્તવમાં માર્ચ માસમાં લોકડાઉન જેવી સ્થિતિ ચોકકસપણે અસર કરી ગઈ હતી પણ માર્ચ સુધીમાં કોઈ એવી ફિલ્મો પણ નજરે ચડતી ન હતી કે જે બોકસ ઓફિસ પર મોટો ધંધો કરી શકી હોત.

આ વર્ષના પ્રથમ ત્રણ માસમાં જે નોંધપાત્ર ફિલ્મો રીલીઝ થઈ તેમાં સ્ટ્રીટ ડાન્સરનો ધંધો રૂા.68 કરોડ, શુભમંગલ જયાદા સાવધાન રૂા.60 કરોડ, લવ આજકાલ રૂા.35 કરોડ, છપાક રૂા.34 કરોડ અને પંગાએ રૂા.40 કરોડનો ધંધો કર્યો.

આમ બોલીવુડે પોતે જ લોકોને આકર્ષી શકે તેવી ફિલ્મો ન આપી. નહીતર પ્રથમ બે માસમાં સારો બીઝનેસ થઈ ગયો હોત. 2019માં પહેલા ત્રણ માસમાં ઉરી રૂા.245 ક્રોડ, ટોટલ ધમાલ રૂા.154 કરોડ, કેસરી રૂા.154 કરોડ, ગલી બોય રૂા.140 કરોડ અને લુકકા છુપી રૂા.94 કરોડનો ધંધો કરી ગઈ હતી.


Loading...
Advertisement