કોરોના: ચાઈનાની સોચી-સમજી ચાલ: નવો ધડાકો

03 April 2020 05:46 PM
India World
  • કોરોના: ચાઈનાની સોચી-સમજી ચાલ: નવો ધડાકો

ડબલ્યુએચઓના ડિરેકટર 2017માં ચાઈનાની મદદથી જ આ પોસ્ટ પર જીત્યા હતા ▪ ચાઈનાએ કોરોના વાયરસ શોધનાર વૈજ્ઞાનિકોને તેના પુરાવાનો નાશ કરવા આદેશ આપ્યો હતો ▪ કોરોનાની માહિતી અને પગલા અંગે ટીકા કરનાર ચાઈનીઝ રીયલ એસ્ટેટ માંધાતા હજુ ગુમ છે ▪ ચાઈનામાં કોરોનાના એપી સેન્ટર વુહાનમાંથી 70 લાખ લોકો વિદેશ ચાલ્યા ગયા પછી આ સીટી સીલ કર્યું ▪ વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેકટર જનરલ દરેક તબકકે ચાઈનાની પીઠ થાબડતા રહ્યા અને વિશ્વને કોરોના અંગે સમયસર એલર્ટ ન કર્યુ

લંડન તા.3
વિશ્વમાં કોરોના જે રીતે વ્યાપક બન્યો તેના માટે ચાઈનાને દોષ દેવાય છે અને આ દેશે પોતાની કોરોનાની ગંભીર સ્થિતિ છુપાવી હતી જેના કારણે વિશ્વના અનેક દેશોમાં કોરોનાના પ્રવેશ છતાં તેઓ સાવધ થઈ શકયા નહી. ખાસ કરીને વિશ્વ આરોગ્ય સંસ્થા કે જે ડબલ્યુએચઓના નામે ઓળખાય છે તે પણ વિશ્વ પ્રત્યે તેની ફરજ બજાવવામાં ચુકી ગયું હોય તેમ માનવામાં આવે છે.
Your most pressing questions about the new coronavirus, answered ...
સંયુક્ત રાષ્ટ્રસંઘની આ સંસ્થાએ કોરોનાની જવાબદારીમાંથી ચાઈનાને બચાવવા અનેક પ્રયત્નો કર્યા હતા અને તેમાં ચાઈનાને સૌથી વધુ મદદ ડબલ્યુએચઓના ડિરેકટર જનરલ ટેડ્રોસ એધેનોમ એ કરી. વાસ્તવમાં 2017માં તેઓ ચાઈનાની મદદથી જ વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેકટર જનરલ બની શકયા હતા. હવે એવો ધડાકો થયો છે કે ચાઈનામાં જે વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ શોધ્યા હતા તેઓને તેના પુરાવા નાશ કરવા માટે ચાઈનીઝ ઓથોરીટીએ ફરજ પાડી હતી.

બ્રિટનના અખબાર સન્ડે ટાઈમ્સના રિપોર્ટ મુજબ કોરોના અંગે લોકોને અગાઉથી જાગૃત કરવાનો પ્રયાસ કરનાર તબીબોને પણ ચીનના સતાવાળાઓએ સજા કરી હતી. ચાઈનામાં કોરોના પ્રત્યે સરકાર ગંભીર રહી નથી તેવી ટીકા કરનાર એક રીયલ એસ્ટેટ ચાઈનીઝ માંધાતા તે બાદ ગુમ થઈ ગયા છે અને કયાં છે તે કોઈને ખ્યાલ નથી. ચાઈનાના વુહાન શહેરમાંથી જાન્યુઆરીમાં 70 લાખ લોકો વિશ્વભરમાં ફેલાઈ ગયા અને તેઓએ અનેક દેશોમાં કોરોનાનો ફેલાવો કર્યો હતો અને ત્યારબાદ વુહાનને સીલ કરવામાં આવ્યું.
Wuhan coronavirus isn't a threat to the United States. Flu is ...
એક અભ્યાસ કહે છે કે ચીને જો એક થી ત્રણ અઠવાડીયા પુર્વે ચિંતા કરી હોત તો કોરોના વાયરસ આજની સ્થિતિએ વિનાશક બન્યો ન હોત. ચીનના દરેક પગલાને વિશ્વ આરોગ્ય સંસ્થાએ યોગ્ય ગણાવીને સમર્થન આપતુ રહ્યું. તા.14 જાન્યુ.ના રોજ વ્યક્તિ થી વ્યક્તિ કોરોના ફેલાયો નથી તે ડબલ્યુએચઓ એ ટવીટ કર્યુ અને બીજા જ દિવસે વુહાનથી આવેલા એક વ્યક્તિએ અમેરિકામાં કોરોનાનો પ્રથમ કેસ બનાવ્યો. તેમ છતાં ડબલ્યુએચઓના ડિરેકટર દરેક તબકકે ચાઈનાની પ્રશંસા કરતા રહ્યા અને ચાઈનાએ જે રીતે આ વાયરસ સામે કામ લીધુ છે તેને અનુસરવા અન્ય દેશોને સલાહ આપી છે.


Loading...
Advertisement