જો 30 દિવસ લોકડાઉન ચાલુ રહે તો 240 અબજ ડોલરનું થશે નુકશાન: 15 એપ્રિલ પછી કામકાજ શરૂ કરવુ હિતાવહ

03 April 2020 05:37 PM
India
  • જો 30 દિવસ લોકડાઉન ચાલુ રહે તો 240 અબજ ડોલરનું થશે નુકશાન: 15 એપ્રિલ પછી કામકાજ શરૂ કરવુ હિતાવહ

આગે કૂઆ પીછે ખાઈ: લોકડાઉનનો આગળનો નિર્ણય લેવો એક ધર્મસંકટ: અનાજ જેવી આવશ્યક ચીજોની ડિમાન્ડ પર ઝાઝી અસર નહીં, પણ ડયુરેબલ ગુડસની માંગ નબળી રહેશે: રેસ્ટોરાં, સિનેગૃહો બંધ રહેતા તેની ખોટ ભરપાઈ થઈ શકશે નહીં

નવી દિલ્હી તા.3
કોરોના વાયરસની આગાહી ન થઈ શકે તેવી અસર બાબતે ભારત ઝડપથી વાસ્તવિકતા સ્વીકારવા લાગ્યુ છે. લોકડાઉન 15 એપ્રિલે પુરું થશે ત્યારે ભારતના શાસકોએ લાંબાગાળાની આર્થિક તબાહી અથવા તાર્કીક રીતે અર્થતંત્ર ખોલી લોકોને કામ પર પાછા આવવાની છૂટ વચ્ચે અઘરી પસંદગી કરવી પડશે.

આર્થિક કામકાજ ઠપ્પ થઈ જવાના કારણે નુકશાનીનો અંદાજ કાઢવાનો એક સરળ રસ્તો દૈનિક નુકશાનીના આધારે કાઢવાનો છે. કોવિડ-19 મહામારી પુર્વે ભારતના જીડીપીના અનુમાનના આધારે નાણાકીય વર્ષ 2020-21 માટે દૈનિક જીડીપીનું સરેરાશ મૂલ્ય 8 અબજ ડોલર જેટલું છે. 30 દિવસનો લોકડાઉનનો મતલબ 240 અબજ ડોલરની નુકશાની છે.

જો કે વાસ્તવિક નુકશાની ઓછી હશે અને નુકશાનીનો અમુક હિસ્સો દબાયેલી માંગ વધતા નાણાકીય વર્ષના બીજા ભાગમાં ભરપાઈ થઈ શકશે. ચિત્ર સમજવા કેટલાક વધુ આંકડા પર નજર નાખવી જરૂરી છે. ખાનગી વપરાશમાં ડયુરેબલ અને સેમી ડયુરેબલ માલસામાનનો હિસ્સો 11% છે. એ સામે નોન-ડયુરેબલ ગુડસનો હિસ્સો 39% છે. આ શ્રેણીમાં આવશ્યક ચીજવસ્તુઓ આવે છે. અનાજ અને પીણા આ શ્રેણીમાં 75% હિસ્સો ધરાવે છે, અને લોકડાઉનની આ ચીજવસ્તુઓની માંગમાં ઝડપી અસર નહીં પડે.

વપરાશ માટેની માંગમાં સર્વિસીસ (સેવાક્ષેત્ર)નો હિસ્સો 50% એ અને વિકાસનું એ ચાલકબળ રહ્યો છે. આગામી કેટલાક કવાર્ટર સુધી સર્વિસીસ ક્ષેત્રે માંગમાં ઘટાડો જોવા મળશે. ડયુરેબલ અને સેમી ડયુરેબલથી વિપરીત, કેટલીક સેવાઓમાં વપરાશને કાયમી નુકશાન (દાખલા તરીકે સિનેમા અને રેસ્ટોરન્ટ) થશે.ગ્રાહકોના ખિસ્સામાં વિશ્લેષણના આધારે કહી શકાય કે કોરોનાથી ભારતના વપરાશમાં 30-35% જેટલો ઘટાડો થઈ શકે છે.

વસ્ત્રો અને પગરખાં, ફર્નિચર, વાહનો અને મનોરંજનના સાધનોની ખરીદી ગ્રાહકો મુલત્વી રાખશે. ટ્રાન્સપોર્ટ સેવાઓ, રેક્રીએશન અને સાંસ્કૃતિક કાર્યક્રમો, રેસ્ટોરન્ટ અને હોટેલોમાં માંગનું પતન થશે, જો લોકડાઉન ઉઠાવી નહીં લેવાય તો સૌથી આશાવાદી ચિત્રની કલ્પના કરીએ તો 30 દિવસના લોકડાઉન પછી 2020ના ચોથા કવાર્ટરમાં વપરાશની માંગને 1.6% થી 1.8% અસર થશે. મતલબ કે આંકડામાં 13.5 અબજ ડોલરનું નુકશાન થશે.


જો બિહામણા ચિત્રની કલ્પના કરીએ તો નુકશાની અકલ્પનીય હશે. કોરોનાની આરોગ્ય અને જીવન પર કઈરીતે અસર પડશે, એ કયાં સુધી ચાલશે તથા સ્થિતિ હળવી કરવા કેવા પગલા લેવાશે તે સવાલોના જવાબ આપવા મુશ્કેલ છે.ઉપરોક્ત જો અને તો ધ્યાનમાં રાખીએ તો ખરાબમાં ખરાબ સ્થિતિમાં 3 મહિનાના લોકડાઉનથી 2020-21ની વપરાશ વૃદ્ધિમાં 11.5% અસર રહેશે, અને ભારતનો જીડીપી વિકાસ દર નકારાત્મક બનો. આંકડાની દ્દષ્ટિએ નુકશાની 2020માં 6.5 અબજ ડોલર અને 2021માં 45 અબજ ડોલર રહી શકે છે.


Loading...
Advertisement