ચાઈનીઝ ફાયનાન્સ, બેન્કિંગ : ડ્રેગન અનેક ભારતીય કંપનીઓને ગળી જવા તૈયાર

03 April 2020 05:32 PM
India World
  • ચાઈનીઝ ફાયનાન્સ, બેન્કિંગ : ડ્રેગન અનેક ભારતીય કંપનીઓને ગળી જવા તૈયાર

કોરોનાના કારણે નબળી પડેલી ભારતીય ફાયનાન્સ કંપનીઓ પર ચાઈનાનો ડોળો ▪ ચીનની બે ટોચની ઈન્વેસ્ટમેન્ટ કંપની ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્સિયલ બેન્ક ઓફ ચાઈના અને ચાઈના ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન એ ભારતમાં રોકાણ માટે 650 મીલીયન ડોલર તૈયાર રાખ્યા ▪ ફાયનાન્સીયલ સર્વિસ કંપનીઓ તથા એનબીએફસી પર ખાસ નજર ▪ બંને ચાઈનીઝ કંપનીઓની કુલ મુડી 60 ટકા ભારતીય કંપનીઓની માર્કેટ કેપ જેટલી છે

મુંબઈ તા.3
ભારત સહિત વિશ્વને કોરાનાની ભેટ આપીને આર્થિક રીતે પણ ભારે ફટકો મારનાર ચીન હવે તેની આર્થિક તાકાત વધારવા માટે નબળા પહેલા વૈશ્ચિક અર્થતંત્ર પર કબ્જો જમાવવા તૈયારી કરી રહ્યું છે અને ખાસ કરીને ભારતની અનેક કંપનીઓ કે જેના માર્કેટ વેલ્યુએશન કોરોનાના કારણે તળીયે પહોંચી ગયા છે તેમાં રોકાણ કરીને ચાઈનીઝ ફાયનાન્સીયલ કંપનીઓ ભારતમાં તેનો આર્થિક સકંજો મજબૂત બનાવવાની તૈયારીમાં છે.
China's Slowing Pains | Financial Times
ગત અઠવાડિયે ચાઈનાની બે ટોચની ફાયનાન્સીયલ કંપની તથા બેન્ક એ ભારતીય કંપનીઓમાં 600 થી 650 મીલીયન ડોલરના રોકાણની તૈયારી કરી છે. ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્સીયલ બેન્ક ઓફ ચાઈના તથા ચાઈના ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને તેના બેન્કર નિષ્ણાંતોને ભારતમાં રોકાણ માટેની તકો શોધવા જણાવ્યું છે. ખાસ કરીને ભારતના ફાયનાન્સીયલ સર્વિસ સેકટર પર ચીનની નજર છે.

આ બંને ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓને બીજીંગમાં અનેક ઈન્વેસ્ટમેન્ટ ફંડનું બેકીંગ છે. હાલ કોરોનાના કારણે જે સ્થિતિ છે તેના કારણે ભારતમાં આગામી સમયમાં નવી તકો સર્જાઈ શકે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો હાલ તેના દેશના અને અન્ય દેશના રોકાણની ચિંતા કરી રહ્યા છે ત્યારે ચાઈના આ તક છોડવા માંગતુ નથી. ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્સીયલ બેન્ક ઓફ ચાઈના પાસે 1.4 ટ્રીલીયન યુવાનની એસર્સ 2019ના અંતે હતી જે અંદાજે 200થી220 બીલીયન ડોલર ગણી શકાય. જયારે ચાઈના ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન તેનાથી પણ મોટી છે અને તે 900 બીલીયન ડોલરનું વિશ્વભરમાં રોકાણ ધરાવે છે.
China's Belt and Road Initiative – A project of trade and ...
આ બંને ચાઈનીઝ કંપનીઓ પાસે જે કુલ એસેર્સ છે તે ભારતની તમામ કંપનીઓના કુલ માર્કેટ કેપના 60 ટકા જેટલી છે જેથી અંદાજ મુકી શકાય છે કે આ બંને ડ્રેગન કંપનીઓ ભારતીય માર્કેટને ગળી જવા સક્ષમ છે. હાલમાં ખાસ કરીને ભારતમાં ફાયનાન્સ સર્વિસ કંપનીઓ અને નોન કંપની ફાયનાન્સ કંપનીઓ જે રીતે કટોકટીમાંથી પસાર થઈ રહી છે તે જોતા ચાઈનીઝ કંપનીઓ માટે વધુ સરળ તક છે.

ચાઈનીઝ કંપનીઓ નોટો છાપવા લાગી છે
વિશ્વભરમાં જે રીતે કોરોનાના કારણે માસ્ક અને અન્ય પ્રોટેકટીવ ગીયરની તંગી છે તેને ફકત ચાઈનીઝ ઉત્પાદકો જ પુરી પાડી શકે તેમ છે અને ચાઈનામાં અનેક નવી કંપનીઓ હવે માસ્ક સહિતના ઉત્પાદનમાં જોડાઈ શકે છે. માસ્ક મશીન એ નોટો છાપવાનું મશીન બની ગયું છે. એન-95 માસ્ક ચીનમાં સૌથી વધુ ઉત્પાદીત થાય છે.
China's debt threat: time to rein in the lending boom | Financial ...
ચાઈનીઝ કંપનીઓ રોજના 60થી70 હજાર માસ્ક તૈયાર કરે છે અને ફકત 15 દિવસમાં જ તેઓ માસ્ક મશીનનો ખર્ચો કાઢી લે છે. અમેરિકા તથા યુરોપમાં ચાઈનીઝ માસ્કની જબરી ડીમાન્ડ છે.


Loading...
Advertisement