રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન શ્રમિકોની વ્હારે : 11 હજાર કીટનું વિતરણ

03 April 2020 05:32 PM
Rajkot
  • રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન શ્રમિકોની વ્હારે : 11 હજાર કીટનું વિતરણ
  • રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન શ્રમિકોની વ્હારે : 11 હજાર કીટનું વિતરણ
  • રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન શ્રમિકોની વ્હારે : 11 હજાર કીટનું વિતરણ
  • રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન શ્રમિકોની વ્હારે : 11 હજાર કીટનું વિતરણ

હજુ તૈયાર થતી રાશનની 15 હજાર કીટ : પ્રમુખ પરેશ ગજેરા અને તેમની ટીમનું સરાહનીય કાર્ય : સીએમ રિલીફ ફંડમાં પણ રૂા.પોણા બે કરોડનું દાન

હાલમાં કોરોનાની આપતીજનક સ્થિતિ વચ્ચે રાજકોટમાં બાંધકામ ક્ષેત્રે અગ્રેસર એવા રાજકોટનાં તમામ બિલ્ડરો પણ એકત્ર થયા છે અને બાંધકામ સાઇટ ઉપર કામ કરતા ગરીબ શ્રમિકોની વ્હારે આવ્યા છે અને રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન દ્વારા શ્રમિકોને રાશનકીટનું વિતરણ કરાઇ રહ્યું છે.
આશરે 11000 અનાજની કીટનું વિતરણ આરબીએ દ્વારા થઇ ચુકયું છે. તેમજ હજુ વધુ 15000 કીટ તૈયાર કરવાની છે. જે કામગીરી ચાલુ છે. કુલ 25000 કીટ અનાજની વિતરણ કરવાની આરબીએની નેમ છે.
આરબીએની ટીમનાં પ્રમુખ પરેશભાઇ ગજેરાના નેજા હેઠળ રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે
અને દેશ અને દુનિયા પર આવી પડેલ આપતીના સમયે તન-મન-ધનથી લોકો અને રાષ્ટ્રનાં સહયોગમાં લાગી
પડેલ છે.
આરબીએના સભ્યો દ્વારા સીએમ રીલીફ ફંડમાં પણ આશરે રૂા.પોણા બે કરોડનું ભંડોળ આપેલ છે જે નોંધનીય છે. શ્રમિકો ઉપરાંત સ્લમ વિસ્તારમાં પણ અનાજની કીટનું વિતરણ કરેલ છે. આ કીટમાં 2 કિલો ચોખા, 2 કિલો ઘંઉનો લોટ, 2 કિલો બટેટા, 0ાા લીટર તેલ, પ00 ગ્રામ ચણાની દાળ અને 2 કિલો ડુંગળી સામેલ છે.
આરબીએ દ્વારા હાથ ધરાયેલ અનાજ વિતરણની કામગીરી સૌરાષ્ટ્રમાં સૌથી અગ્રેસર છે. આ કાર્યને સફળ બનાવવા પરેશ ગજેરા, ભરત પટેલ, દિલીપ લાડાણી, ધ્રુવિક તળાવીયા, સુજીત ઉદાણી, અમીત રામ, અમીત ગોલડીયા, જીતુ કોઠારી, રણધીર જાડેજા, નીરજ ભીમજીયાણી, આશીષ ટાંક, આશીષ મહેતા, વાય.બી.રાણા, નીમીષ પટેલ, રાજદીપ જાડેજા, સમીર ગામી, વિક્રાંત શાહ, શૈલેષ શીંગાળા, ચેતન રોકડ, રૂષીત ગોકાણી, ગોપી પટેલ, હાર્દિક શેઠ, પાર્થ તળાવીયા, આદિત્ય લાખાણી, ચીરાગ લાખાણી, કિશન કોટેચા, મીહિર મણિયાર, રાજેન્દ્ર સોનવાણી જહેમત ઉઠાવી રહ્યા છે.
દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અપીલને ઘ્યાને આરબીએ દ્વારા તમામ સાઇટ પર મીણબતીનું વિતરણ કરી સાઇટ પર રવિવારે રાત્રે નવ કલાકે મીણબતી પ્રગટાવાશે. આ કાર્યમાં સમગ્ર આરબીએ તથા કોન્ટ્રાકટર એસોનો સહયોગ તથા સહકાર મળેલ છે.


Loading...
Advertisement