મુખ્યમંત્રી-પુરવઠા મંત્રીની જાહેરાતનું સુરસુરીયુ: દૂકાનો જ નહીં ખુલતા મફત રાશન લેવામાં ગરીબોને હાડમારી

03 April 2020 05:26 PM
Rajkot
  • મુખ્યમંત્રી-પુરવઠા મંત્રીની જાહેરાતનું સુરસુરીયુ: દૂકાનો જ નહીં ખુલતા મફત રાશન લેવામાં ગરીબોને હાડમારી

કલેકટર કચેરીમાં ટોળા ઉમટી પડતા પુરવઠા મંત્રીએ પુરાય રહેવું પડયુ: રાજીનામાની માંગ ઉઠાવતા કોર્પો.ના દંડક રાજાણી

રાજકોટ મહાનગરપાલીકાના દંડક અતુલ રાજાણીએ એક અખબારી નિવેદનમાં જણાવે છે કે, રાજયભરમાં દરેક રેશનકાર્ડ ધારકોને ‘મફત’ રાશન અપાશે તેવી જાહેરાત તા.25/3 ના મુખ્યમંત્રીએ કરેલ અને તા.1/4 થી મફત રાશનની જાહેરાત પોકળ સાબિત થઈ હતી ટોળે ટોળાઓ ઉમટી પડેલ અને સસ્તા અનાજની અનેક દુકાને પુરવઠો પહોંચ્યો નહી અને અનેક દુકાનો તો ખુલી નહીં અનેક મોડે-મોડે ખુલ્લી રાજયભરમાં અફડાતફડીનો માહોલ રહ્યો હતો.
પુરવઠા મંત્રી રાજકોટ કલેકટર કચેરીએ હોય ટોળાઓ આવતા ભરાઈ રહેવુ પડયુ હતુ અને પુરવઠામંત્રીની બોલતી બંધ થઈ ગઈ હતી. પુરવઠા મંત્રીએ પોતાની જવાબદારી સમજી રાજીનામુ આપવુ જોઈએ. ટોકન, એસ.એમ.એસ. ટોળાઓ ભેગા નહિ થવા દેવાયની જાહેરાત હંબક રહી.
રાજયમા બીપીએલ એટલે કે ગરીબી રેખાની નીચે જીવતા કુટુંબ પણ રાજય સરકાર કહે છે કે હવે રાજયમાં કોઈ ગરીબ નથી બધાને અમે રોજગારી આપી છે. ગુજરાતનો વિકાસ કર્યો છે. અને પરિણામે મોટા ભાગના બીપીએલ કાર્ડ ધીમે ધીમે એપીએ (ગરીબી રેખાની ઉપર જીવતા કુટુંબો) ગણીને પરિવર્તિત કર્યા બધા બીપીએલમાંથી સિકકા મારી દીધા આમ હવે બીપીએલ કાર્ડ ધરાવતા લોકો આગળીના વેઢે ગણાય તેટલા લોકો છે શું સરકાર ગણ્યા ગાંઠયા લોકોને જ રેશન આપવા માંગ છે? આવા કપરા સમયમાં આવી રમત શા માટે ?
એપીએલ કાર્ડ ધારકોની સંખ્યા મોટી છે તો સમાજનો એક મોટો ભાગ મફત રાશનથી વંચિત રહે તેવુ સરકાર ઈચ્છે છે કે શું? ગઈકાલે એપીએલ કાર્ડ ધારકોને રાશન અપાયુ નહીં ધકકા થયા અને ફકત બીપીએલ વાળાને જ આપ્યુ બંન્ને વચ્ચે કોઈ ભેદભાવ શા માટે તેની સરકાર સ્પષ્ટતા કરે આજે મધ્યમ વર્ગના લોકોના કામ ધંધા ઠપ્પ થયા છે.ગઈકાલે અનેક સ્થળોએ દુકાનોમાં અલીગઢ તાળા હોય જે અંગે ફરિયાદ માટે ગજેન્દ્રસિંહ ઝાલાએ જિલ્લા કલેકટર, ડે.કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી, પુરવઠા કચેરીએ ફોન કરતા રીસીવ ન થયા કારણ કે પુરવઠા મંત્રી કલેકટર કચેરીએ હોય બધા જ અધિકારીઓ ગરીબોની સેવામાં વ્યસ્ત હોય ફોન ઉપાડવાની તસ્દી ના લીધી.વધુમાં દરેક દુકાનોએ દુકાન ખુલવાનો બંધ થવાનો સમય અને કયા કાર્ડમાં કઈ કઈ વસ્તુઓ નિ:શુલ્ક અપાશે તેની સંપૂર્ણ વિગતો દેખાય તે રીતે સ્પષ્ટ રીતે ફરજીયાત બોર્ડ બનાવો. ઈન એકટીવ થયેલા કાર્ડને સરકાર ઓટોમેટીક એકટીવ કરે લાંબા સમયથી કોઈ રાશન ન લેનારા કાર્ડ હોલ્ડરોના કાર્ડ ઈન એકટીવ કર્યા હોય તો દુકાનેથી એકટીવ કરવાની સુવિધા આપો અથવા જવાબદાર અધિકારીને દુકાને બેસાડી ઈન એકટીવ કાર્ડને એકટીવ કરો.


Loading...
Advertisement