રેલ્વે દ્વારા 50 કુલીઓને રાશન કિટનું વિતરણ

03 April 2020 05:25 PM
Rajkot
  • રેલ્વે દ્વારા 50 કુલીઓને રાશન કિટનું વિતરણ

કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન જાહેર થયું છે આ લોકડાઉનની સૌથી વધુ અસર ગરીબો અને શ્રમિક વર્ગોને થયેલ છે. રાજકોટ મંડલ દ્વારા રેલ્વે સ્ટેશનના કુલીઓને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંદાજે 50 જેટલા કુલીઓને વાણિજય વિભાગ દ્વારા રાશન કીટ અને ફેસ માસ્ક અપાયા હતા. આ કીટમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ જેવી કે લોટ, મગની દાળ, તુવેરદાળ, તેલ, મીઠુ, ચોખા, ખાંડ, ચાલ, મસાલો સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. સૌ પ્રથમ તેઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા રવીન્દ્ર શ્રીવાસ્તવ, રાકેશકુમાર, પુરોહિત, અસલમ શેખ સહિતના અનેક અધિકારીઓ જહેમત ઉઠાવી હતી. આ કાર્યની રેલ મેનેજર પરમેશ્ર્વર ફુંકવાએ પ્રશંસા કરી હતી.


Loading...
Advertisement