વિશ્વમાં માત્ર 93 દિવસમાં જ કોરોના પોઝીટીવની સંખ્યા 27માંથી 10 લાખ થઈ

03 April 2020 05:24 PM
India World
  • વિશ્વમાં માત્ર 93 દિવસમાં જ કોરોના પોઝીટીવની સંખ્યા 27માંથી 10 લાખ થઈ
  • વિશ્વમાં માત્ર 93 દિવસમાં જ કોરોના પોઝીટીવની સંખ્યા 27માંથી 10 લાખ થઈ
  • વિશ્વમાં માત્ર 93 દિવસમાં જ કોરોના પોઝીટીવની સંખ્યા 27માંથી 10 લાખ થઈ
  • વિશ્વમાં માત્ર 93 દિવસમાં જ કોરોના પોઝીટીવની સંખ્યા 27માંથી 10 લાખ થઈ
  • વિશ્વમાં માત્ર 93 દિવસમાં જ કોરોના પોઝીટીવની સંખ્યા 27માંથી 10 લાખ થઈ
  • વિશ્વમાં માત્ર 93 દિવસમાં જ કોરોના પોઝીટીવની સંખ્યા 27માંથી 10 લાખ થઈ

31 ડિસેમ્બરે વુહાનમાં અજ્ઞાત વાયરસથી 27 માણસોને ચેપ લાગ્યાના 260 શબ્દોના અહેવાલની કોઈએ નોંધ લીધી નહોતી: 2020ના વર્ષના 100 દિવસો પુરા થયા નથી ત્યાં માનવખુવારી ઉપરાંત આર્થિક, સામાજીક, મનોવૈજ્ઞાનિક બરબાદીના ધ્રુજાવનારા અહેવાલો

નવી દિલ્હી તા.3
31 ડિસેમ્બરની મધરાતે 280 શબ્દોનો સમાચાર સંસ્થાનો અહેવાલ વિશ્વના સમાચાર માધ્યમોને મળ્યો હતો. સ્થાનિક મીડીયાને ટાંકી અહેવાલમાં જણાવાયું હતું કે વુહાનમાં રહસ્યમય વાયરસ વુહાનમાં અજ્ઞાત મૂળનો વાઈરસ ન્યુમોનીયા સર્જી રહ્યો છે અને ત્યાં સુધીમાં 27 લોકોને ચેપ લાગ્યો હતો. જો કે એ વખતે વિશ્વ નૂતન વર્ષના જશ્નમાં ડુબેલું હોઈ આ સ્ટોરી પર કોઈએ ધ્યાન આપ્યુ નહોતું.

નૂતન વર્ષ 2020ના 100થી ઓછા દિવસોમાં અથવા ગુરુવારે 93માં દિવસે વાયરસથી વિશ્વમાં 10 લાખ લોકો પ્રભાવિત છે અને 50000 માણસો મૃત્યુ પામ્યા છે. 203 દેશોમાં પહોંચેલી આ બીમારી એટલી જ આર્થિક, સામાજીક અને મનોવિજ્ઞાન ક્ષેત્રે ખતરનાક નીવડશે, અત્યાર સુધીમાં 20000થી વધુ લોકો સાજા થયા છે.

ભારતમાં બુધવારે કોરોનાના કેસોની સંખ્યા 2000ને વટાવી ગઈ હતી. ગઈકાલે વધુ 514 કેસો ઉમેરાતા એક જ દિવસમાં નવા કેસ 500ની સંખ્યાને વટાવી ગયા હતા. એ જ રીતે એક જ દિવસમાં 19 મૃત્યુ નોંધાતા દેશમાં કોરોનાનો મરણાંક 72 થયો છે.

વિશ્વના જુદા જુદા દેશો પણ આ વાયરસથી તબાહ થઈ ચૂકયા છે. શક્તિશાળી દેશ મનાતા અમેરિકામાં વિશ્વમાં દરરોજ નોંધાતા કેસોનો ત્રીજો ભાગ છે. ન્યુયોર્કમાં 2200 લોકોના મોત થયા છે અને વાયરસથી મરણાંક 9/11ના આતંકી હુમલા કરતાં 36 કલાકમાં વધી જશે.

યુનાઈટેડ સ્ટેટસ અને યુરોપને હવે મહામારીના હોટ સ્પોટ બન્યા છે. વિશ્વના નેતાઓ આગામી બે-ત્રણ સપ્તાહ અત્યંત કપરાં માને છે. ચાલુ સપ્તાહની શરૂઆતમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે જાહેર કર્યુ હતું કે આપણે હજારો માણસો ગુમાવીશું.

વૃદ્ધજનોની વધુ વસતી ધરાવતું ઈટાલી કોવિડ-19 વાયરસનો સહેલાયથી શિકાર બન્યું છે. ત્યાં અત્યાર સુધીમાં 13000 મૃત્યુ થઈ ચૂકયા છે. સ્પેન, યુનાઈટેડ કિંગ્ડમ, ફ્રાંસ અને જર્મનીમાં ભેગા મળી 20000 મૃત્યુ થયા છે.

વિશ્વના શેરબજારોએ ચાલુ વર્ષના ત્રણ મહીનામાં ઐતિહાસિક નુકશાની ભોગવી છે. ડાઉ જોન્સ એવરેજ અને લંડનના ફટસી 100 એ 1987 પછી અનુક્રમે 23% અને 25% નો સૌથી મોટો ઘટાડો જોયો છે. ભારતમાં મુંબઈ શેરબજારમાં એકલા માર્ચમાં 33.38 લાખ કરોડની મુડીનું ધોવાણ થયું છે.


Loading...
Advertisement