અમદાવાદમાં ડોર ટુ ડોર સર્વે, સુરતમાં મોબાઇલ એપ અને રિસર્ચ સેલ, વડોદરામાં સઘન લોકડાઉન, 22 પછી એક પણ કેસ નહી, રાજકોટમાં મોબાઇલ ટ્રેકીંગ સિસ્ટમનો ઉપયોગ

03 April 2020 05:18 PM
Ahmedabad Gujarat Rajkot
 • અમદાવાદમાં ડોર ટુ ડોર સર્વે, સુરતમાં મોબાઇલ એપ અને રિસર્ચ સેલ, વડોદરામાં સઘન લોકડાઉન, 22 પછી એક પણ કેસ નહી, રાજકોટમાં મોબાઇલ ટ્રેકીંગ સિસ્ટમનો ઉપયોગ

કોરોના સામે જંગ : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નરોની ‘સાંજ સમાચાર’ સાથે વાતચીત : હોટસ્પોટ બનેલા ચાર મહાનગરોનાં અધિકારીઓ કોરોના સામેના જંગમાં 24x7 ઉપલબ્ધ

રાજકોટ તા.3
કોરોના વાયરસની મહામારીએ મારેલા ફૂંફાડામાં વધુને વધુ લોકો સપડાય રહ્યા હોય આ મહામારીમાંથી લોકોને હેમખેમ ઉગારવા માટે સરકાર તેમજ વહિવટી તંત્ર દ્વારા લોકડાઉન 144મી કલમના કડક અમલ સહિતના પગલા લેવામાં આવેલ છે.

તેની સાથો સાથ રાજકોટ સહિત રાજયના અમદાવાદ, સુરત, અને વડોદરા એમ ચાર મહાનગરોના મ્યુ.કમિશ્નરોએ કોરોનાની મહામારી સામે રીતસર જંગ માંડી રાઉન્ડ ધ કલોક ફરજ અદા કરી રહ્યા છે. કોરોનાની મહામારી સામેના આ જંગમાં અમદાવાદમાં સઘન ડોર-ટુ-ડોર સર્વે સુરતમાં મોબાઇલમાં ટ્રેકીંગ એપ અને રિસર્ચ સેલ કાર્યરત કરાયેલ છે.

જયારે વડોદરામાં 22 પછી એક પણ કેસ નોંધાયેલ નથી. જયારે રાજકોટમાં કોરોનાના પોઝીટીવ દર્દીઓ શોધવા માટે મોબાઇલ ટ્રેકીંગ સીસ્ટમ ઉપયોગમાં લેવાયેલ છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર વિજય નેહરા (આઇએએસ 2001 બેચ) સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બી.એન.પાની (આઇએએસ 2005 બેંચ), નલીન ઉપાઘ્યાય (આઇએએસ 2005 બેંચ) તથા ઉદિત અગ્રવાલ (આઇએએસ 2008 બેચ)એ ‘સાંજ સમાચાર’ સાથે કરેલી વાતચીતમાં કોરોના સામે લેવાઇ રહેલા પગલાની માહિતી આપી હતી.

અમદાવાદમાં ડોર ટુ ડોર સર્વેમાં નવા ચાર કેસો પકડાયા, ભારતમાં પ્રથમ કિસ્સો : 500 ટીમો દ્વારા ઇન્ટેન્સીવ સર્વેલન્સ : વિજય નેહરા
અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં આજે કોરોના પોઝીટીવ સાત કેસ નોંધાતાની સાથે જ આવા દર્દીઓની સંખ્યાનો આંકડો 38 પર પહોંચી ગયો છે. મહાનગરપાલિકા દ્વારા કોરોના પોઝીટીવ કેસ શોધવા માટે ડોર-ટુ-ડોર સર્વે શરૂ કરી દેવામાં આવેલ છે. આ સર્વે દરમિયાન જ ચાર પોઝીટીવ દર્દીઓ મળી આવેલ છે.

વિજય નેહરાએ જણાવેલ હતું કે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા પાંચ-છ દિવસમાં જ ડબલ થતી રહે છે. દિલ્હી તબલીગી જમાતના કાર્યક્રમમાં તા.4 થી 12 દરમિયાન 6000 લોકો વિદેશથી આવ્યા હોવાનું ખુલ્યું છે. તબલીગી જમાતના કાર્યક્રમમાં જનારા લોકોમાંથી કેટલાક કોરોના પોઝીટીવ કેસો મળી આવેલ છે. જેના પગલે આવા કેસો શોધવા કવાયત શરૂ કરી દેવાયેલ છે. અમદાવાદમાં 5000 લોકોનો હોમ કવોરોન્ટાઇન પીરીયડ પૂર્ણ થયો છે અને હાલ માત્ર 1000 લોકો જ હોમ કવોરેન્ટાઇનમાં છે. હોમ કવોરેન્ટાઇનના નિયમોનો ભંગ કરનારા સામે પોલીસ ફરિયાદ સુધીના પગલા લેવામાં આવી રહ્યા છે.

કવોરોના સામેના આ જંગમાં 500થી વધુ ટીમો સર્વે માટે ઉતારવામાં આવી છે. આ ટીમો દ્વારા શહેરની મઘ્યના દરીયાપુર, કાલુપુર, જમાલપુર, ગોમતીપુર સહિત શહેરના સ્લમ વિસ્તારોમાં અને ગીચ વિસ્તારોમાં ઇન્ટેન્સીવ સર્વેલન્સ (ડોર-ટુ-ડોર) સર્વે કરવામાં આવી રહ્યો છે. મહામારીને નાથવા માટે સઘન પગલા લેવામાં આવી રહ્યા છે.

વડોદરામાં હાલ સામાજીક ચેપનો એક પણ કિસ્સો નહી, તકેદારીના સઘન પગલા : નલીન ઉપાઘ્યાય
વડોદરા મહાનગરપાલિકાના કમિશ્નર નલીન ઉપાઘ્યાયે કોરોના સંદર્ભે વડોદરા શહેર-જિલ્લાની સ્થિતિનો ચિત્તાર રજૂ કરતાં જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં ગત તા.22 પછી કોરોના પોઝીટીવ એક પણ કેસ નોંધાયેલ નથી. અગાઉ વડોદરા શહેરમાં છ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 3 મળી કુલ 9 કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ હતાં. જે પૈકી શ્રીલંકાથી આવેલ કોરોના પોઝીટીવ એક વ્યકિતનું મૃત્યુ થવા પામેલ છે. જયારે અન્ય એક વ્યકિતને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.  શહેરમાં હાલ 1400 જેટલી વ્યકિતઓ હોમ કવોરેન્ટાઇન છે. વડોદરા જિલ્લામાં સામાજીક ચેપમાં એક પણ કિસ્સો બહાર આવેલ નથી.

શ્રીલંકાથી પાંચ વ્યકિતઓ આવેલ હતી. જેમાં કોરોના પોઝીટીવ એક વ્યકિતનું મૃત્યુ થવા પામેલ છે. બાકી આ મહામારી શહેર-જિલ્લામાં વકરે નહી તે માટે સઘન પગલા લેવામાં આવી રહ્યા છે.

સફાઇ ઝૂંંબેશ ડોર-ટુ-ડોર સર્વે સહિતની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.

રાજકોટમાં સાનિઘ્ય ગ્રીન-પંચશીલ એપાર્ટમેન્ટ હજુ સીલ : 14 લાખ લોકોનો સર્વે : ઉદિત અગ્રવાલ
રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે રાજકોટમાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝીટીવ એક પણ કેસ નવો નોંધાયેલ નથી. તેમજ શહેરમાં હોમ કવોરેન્ટાઇન હાલ 167 જેટલા પરિવારો છે. કોરોનાની મહામારીને નાથવા માટે મહાનગરપાલિકા દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરાઇ છે.

શહેરમાં અગાઉ જયાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ હતાં. તેવા સાંનિઘ્ય ગ્રીન એપાર્ટમેન્ટ અને પંચશીલ એપાર્ટમેન્ટને સીલ કરવામાં આવ્યા છે. તેમજ શહેરના 600 કિલોમીટરના વિસ્તારમાં અને જાહેર સ્થળો પર ડિશ ઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી છે.

કોરોના પોઝીટીવ કેસ શોધી કાઢવા માટે મોબાઇલ ટ્રેકીંગ સિસ્ટમની પણ મદદ લેવામાં આવી રહી છે. શહેરમાં સામાજીક ચેપ વધે નહી તે માટે ખાસ તકેદારી રૂપે લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે શહેરમાં 14 લાખ લોકોનો સર્વે ડોર-ટુ-ડોર કરાયેલ છે.

આ ઉપરાંત શહેરના હજાર જેટલી મેડીકલ ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હોય, આ ટીમો દ્વારા આરોગ્ય વિષયક કામગીરી થઇ રહી છે. આમ રાજકોટમાં કોરોનાની મહામારીને નાથવા માટે સઘન કાર્યવાહી થઇ રહ્યાનું મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવેલ હતું.

સુરતમાં મહામારીને નાથવા ટ્રેકીંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટનો ઉપયોગ : સૌથી વધુ લોકો કવોરન્ટાઇન : બંછાનિધિ પાની
સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ કોરોના સામેની લડત અંગે સુરતમાં લેવાઇ રહેલા પગલાની માહિતી આપતા જણાવ્યું હતું કે સુરતમાં હાલ પ4 હજાર લોકોની વસવાટવાળો રાંદેર વિસ્તાર સીલ (કવોરેન્ટાઇન) કરી દેવામાં આવેલ છે.

કોરોનાની મહામારી સામેની લડતમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રિપલ ટી (ટ્રેકીંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ)નો ઉપયોગ કરી રહી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિદેશથી સુરતમાં આવેલા 5000 એનઆરઆઇનો ડેટા પણ મહાનગરપાલિકા દ્વારા એકત્રીત કરી એનઆરઆઇની ચકાસણી કરવામાં આવી છે.

આ ઉપરાંત બહાર ગામથી સુરતમાં આવનારા તમામ લોકો પાસેથી રહેઠાણના સ્થળ સહિતની તમામ માહિતી લેવામાં આવે છે અને જો કોઇ બહાર ગામથી આવેલા આવા લોકો માહિતી ન આપે તો તેની સામે ફરિયાદ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આવા 10 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બંછાનિધિ પાનીએ જણાવેલ હતું કે સુરતમાં 5200માંથી 1700 જેટલા લોકો હોમ કવોરન્ટાઇન છે. હોમ કવોરેન્ટાઇનમાં રહેલા દરેકને કોવીડ-19 મોબાઇલ એપ મારફતે બે દિવસ દરમિયાન બે વખત સેલ્ફી ખેંચી મહાનગરપાલિકાને મોકલવાની રહે છે. આ ઉપરાંત હોમ કવોરેન્ટાઇન થયેલાઓ પાસેથી સવાર-સાંજ મેડીકલ ઇન્ફોર્મેશન લેવામાં આવે છે.

અમદાવાદમાં-38 કેસ
સુરતમાં-12 કેસ
વડોદરામાં-9 કેસ
રાજકોટમાં-10 કેસ

Loading...
Advertisement