એપ્રિલ માસના પ્રારંભે પગાર, પેન્શન, જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા બેંક ATMમાં ભીડ : પોલીસ પણ એલર્ટ

03 April 2020 05:08 PM
Rajkot Saurashtra
  • એપ્રિલ માસના પ્રારંભે પગાર, પેન્શન, જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા બેંક ATMમાં ભીડ : પોલીસ પણ એલર્ટ

રાજકોટ સહિત દેશભરમાં લોકડાઉનની કડક અમલવારી ચાલી રહી છે. 21 દિવસના લોકડાઉનનો આજે 10માં દિવસે લોકો જીવન જરૂરી ચીજવસ્તુ ખરીદવા ઉમટી પડયા હતા. રાજકોટ શહેરની જુદી-જુદી બજારોમાં એપ્રિલ માસ શરૂ થયો હોય, આખા માસનું રાશન ખરીદવા લોકો બજારોમાં નીકળી પડયા હતા. આ ઉપરાંત નિવૃત કર્મચારીઓ પોતાના પેન્શન બેંકમાં જમા થયું હોય, આ પેન્શનની રકમ ઉપાડવા માટે બેંક ઉપર દોડી ગયા હતા.

તદઉપરાંત પોસ્ટ ઓફિસ અને અન્ય બેંકો પર પણ લોકો પગાર તેમજ અન્ય જરૂરી રકમો ઉપાડવા લાઇનો લગાવી હતી. રાજકોટ શહેરની તમામ બેંકો અને પોસ્ટ કચેરીએ સોશયલ ડિસ્ટન્સ જાળવી રાખવા વર્તુળો દોરવામાં આવ્યા છે. દરેક બેંક તેમજ કચેરીઓમાં પ્રવેશતા પૂર્વે આવતા લોકોને સેનીટાઇઝ કરવામાં પણ આવી રહ્યા છે.

બજારમાં એપ્રિલ માસની શરૂઆતમાં જ લોકો ખરીદી કરવા નીકળી પડતાં આજે આવા લોકોને અટકાવવા તેમજ ચેકીંગ કરવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી. 144ની કલમ અમલી હોવા છતાં પણ લોકો મોટી સંખ્યામાં અલગ-અલગ વિસ્તારોમાં એકઠા થયા હતા અને રાજકોટમાં જાણે લોકડાઉનની કોઇ અમલવારી ન હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટ શહેરના ધમધમતા એવા ત્રિકોણ બાગ સહિતના વિસ્તારોમાં લોકોની અવર-જવર સામાન્ય દિવસ જેવી જોવા મળી હતી. તદઉપરાંત નવા રાજકોટ વિસ્તારના સાધુ વાસવાણી રોડ, કાલાવડ રોડ પર પણ લોકોની અવર-જવર રાબેતા મુજબ જોવા મળી હતી. જે વિવિધ તસવીરોમાં રાજકોટ જાણે ધમધમતું હોય તે નજરે ચડે છે. (તસવીર : દેવેન અમરેલીયા)

Loading...
Advertisement