ગુજરાતમાં મોબાઇલ કીટથી 10 મિનિટમાં કોરોના ટેસ્ટ : માસ્ક, પીપીઇ જેવા મેડીકલ સાધનોનું ઉત્પાદન પણ હવે ઘરઆંગણે

03 April 2020 05:02 PM
Rajkot Gujarat
  • ગુજરાતમાં મોબાઇલ કીટથી 10 મિનિટમાં કોરોના ટેસ્ટ : માસ્ક, પીપીઇ જેવા મેડીકલ સાધનોનું ઉત્પાદન પણ હવે ઘરઆંગણે

ગુજરાત સરકાર કોરોના સામે લડવા સજ્જ : આગોતરા તૈયારીઓ ચાલુ * 3-4 દિવસમાં મોબાઈલ ટેસ્ટીંગ કીટથી પ્રયોગ શરૂ થશે: ચીન- દ.કોરીયાથી કીટ આવશે * રાજકોટમાં વેન્ટિલેટર બનશે ત્યારબાદ હવે એન 90 મેડીકલ માસ્કના કાપડ ઉપરાંત માસ્ક-પર્સનલ પ્રોટેકટીવ ઈકવીપમેન્ટનુ રાજકોટ, અમદાવાદમાં મોટા પાયે ઉત્પાદન કરવાની તૈયારી* વડાપ્રધાન મોદીને યોજનાથી વાકેફ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

રાજકોટ, તા. 3
ભારતમાં વધી રહેલા કોરોના કહેર વચ્ચે મહતમ અને ઝડપી ટેસ્ટ માટે સરકાર ટેકનોલોજીના સહારે છે ત્યારે રાજયમાં મોટા ભાગે આવતા 3-4 દિવસમાં માત્ર 10 મીનીટમાં કોરોનાનો ટેસ્ટ કરતી મોબાઈલ કીટના પ્રયોગ શરૂ થઈ જવાનું રાજય સરકારના આધારભૂત સુત્રોએ કહ્યું છે.

ભારતમાં છેલ્લા ત્રણેક દિવસથી કોરોનાના કેસમાં ઝડપી વૃદ્ધિ થઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે તમામ રાજયોના મુખ્યપ્રધાનો સાથે વીડીયો કોન્ફરન્સથી બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ તેમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં કોરોનાના કેસો, લોકડાઉનની પરિસ્થિતિ, ઉપલબ્ધ તબીબી સાધનો-


Loading...
Advertisement