તબલીગી જમાતના કાર્યક્રમમાં ગયેલા ગુજરાતના 68 ‘ગાયબ’

03 April 2020 03:51 PM
Rajkot Saurashtra
  • તબલીગી જમાતના કાર્યક્રમમાં ગયેલા ગુજરાતના 68 ‘ગાયબ’

રાજયભરમાં શોધખોળ: કેન્દ્રને પણ એલર્ટ કરાયુ

રાજકોટ: પાટનગર દિલ્હીમાં યોજાયેલા તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા ગુજરાતના લોકોમાંથી 68 ટ્રેસ નહી થતા તેની શોધખોળ ચાલુ કરવામાં આવી છે અને હવે તેઓ રાજય બહાર હોય તેવી પણ શકયતા હોવાથી કેન્દ્રીય એજન્સીની પણ મદદ લેવામાં આવી છે. રાજયમાંથી કુલ કેટલા લોકો ગયા છે તે પણ નિશ્ચિત નથી પણ 82 લોકોની ઓળખ મળી છે અને તેઓને કવોરેન્ટાઈન કરાયા છે અને બાકીનાની શોધખોળ શરૂ થઈ છે.


Loading...
Advertisement