ગુજરાતમાં લોકલ સંક્રમણ વધતા હવે માસ્ક ફરજીયાત બને તેવો સંકેત

03 April 2020 03:36 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં લોકલ સંક્રમણ વધતા હવે માસ્ક ફરજીયાત બને તેવો સંકેત

રાજયમાં સઘન સર્વેલન્સ હાથ ધરાશે: સીધુ ગાંધીનગરથી જ મોનેટરીંગ: ડબલ્યુએચઓની ગાઈડલાઈન સરકાર અમલી બનાવશે: સંક્રમણની સાંકળ તોડવી જરૂરી

રાજકોટ તા.3
રાજયમાં કોરોના વાયરસમાં સરકાર તમામ સાવધાનીથી તેનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આગળ વધી રહી છે તેમ છતાં જે રીતે લોકલ ટ્રાન્સમીશનના કેસ આગળ વધી રહ્યા છે તે જોતા હવે સરકાર દ્વારા લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.

રાજયના આરોગ્ય સચિવ શ્રી જયંતિ નટરાજને આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલ જે લોકલ ટ્રાન્સમીશનની સ્થિતિ છે તેને ધ્યાનમાં લઈને સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે જેનું મોનેટરીંગ આરોગ્ય કમિશ્ર્નર ગાંધીનગરથી કરવામાં આવશે અને જયાં પોઝીટીવ કેસ મળ્યા છે ત્યાં આજુબાજુના ક્ધટેન્ટમેન્ટ ઝોન તથા બોફર ઝોન ઉભા કરવાની કામગીરી કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ હાથ ધરવામાં આવશે.

રાજય સરકારે આ ઉપરાંત લોકોને તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટવીટ કરીને આયુષ મંત્રાલયે જે માર્ગરેખા બહાર પાડી હતી તેને અનુસરવા જણાવાયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર હવે લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરશે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોનાના સંક્રમણની સાંકળ તોડવા માટે માસ્ક ફરજીયાત પહેરવા જણાવાયુ છે અને ગુજરાત સરકાર પણ તેનો અમલ કરશે તેવા સંકેત છે.

આમ રાજયમાં કોરોનાનું લોકલ ટ્રાન્સમીશન હવે ચિંતાજનક બને તેવો પ્રશ્ન છે. જો કે રાજય સરકાર દ્વારા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારી કરવામાં આવી છે અને સમગ્ર રાજયનું તંત્ર હાલ કોરોના સામેની લડાઈમાં કેન્દ્રીત થયું છે.


Loading...
Advertisement