ગુંદાવાડીના કાનુડા મિત્ર મંડળ દ્વારા શ્રમિક અને નિરાધારોને 10,000થી વધુ રાશનકીટ અર્પણ

03 April 2020 03:28 PM
Rajkot Saurashtra
  • ગુંદાવાડીના કાનુડા મિત્ર મંડળ દ્વારા શ્રમિક અને નિરાધારોને 10,000થી વધુ રાશનકીટ અર્પણ
  • ગુંદાવાડીના કાનુડા મિત્ર મંડળ દ્વારા શ્રમિક અને નિરાધારોને 10,000થી વધુ રાશનકીટ અર્પણ
  • ગુંદાવાડીના કાનુડા મિત્ર મંડળ દ્વારા શ્રમિક અને નિરાધારોને 10,000થી વધુ રાશનકીટ અર્પણ

સભ્યોએ કહ્યું, લોકડાઉનમાં અંતિમ દિવસ સુધી આ સેવાકાર્ય ચાલુ રહેશે : ભકિતનગર પોલીસે મુલાકાત લીધી

રાજકોટ તા.3
દેશભરમાં જયારે કોરોના નો કહેર વધી રહ્યો છે અને રાજ્યમાં લોકડાઉન ને પગલે કોરોના સામેની જંગ માં રાજકોટના વોર્ડ નં.14મા કાનુડા મિત્ર મંડળ દ્વારા (ગુંદાવાડી)આજીવન પ્રેરણા સ્ત્રોત રાકેશભાઈ રાજદેવ ના સહયોગ થીજરુરીયાતમંદો અને નિરાધારો માટે 10,000 જેટલી અનાજ કીટો બનાવી જેમાં ઘઊ નો લોટ,તેલ,જીરાસર ચોખા,તુવેર દળ,મગ,ચણા,ખાંડ,ચણાનો લોટ,ખીચડી,ચા ની ભુકી,બટેટા,ડુંગડી પેકીંગ કરી તેમના ઘરે મુલાકાત લઈ સર્વે કરી રાશન કીટ આપવામાં આવે છે.
આ કામગિરી કાનુડા મિત્ર મંડળ માં કેતનભાઈ પટેલ, ઉમેશભાઈ ભુત, સંજયભાઈ વઘાસિયા, જેનીલ ભાઈ રૈયાણી હિતેશ ડોબરીયા, શૈલેષ હાપલીયા, ચિરાગ ગઢીયા, સુધીર પટેલ, સ્મિત પટેલ, પ્રદીપ ઉનડકટ, કેતનભાઈ,વિપુલભાઇ માખેલા, બકુલ વધાસીયા સાથે કાનુડા મિત્ર મંડળ તેમજ સુર્યમુખી બાલાજી મિત્ર મંડળ ના કાર્યકરો પણ જોડાયા છે.આ રાસનકીટ ની પેકીંગ કામગીરી કેવડાવાડી માં આવેલ પ્રાથમીક શાળામાં કરવામાં આવે છે.આ રાશન કીટનું વિતરણ લોકડાઉનના અંતિમ દિવસ સુધી ચાલશે તેવું કાનુડા મિત્ર મંડળ ના સભ્યોએ જણાવ્યું હતું.
આ અંગે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવી ની રાહબરીમાં પીએસઆઈ ધાંધલ્યા,એએસઆઈ રવિભાઈ વાંક,પ્રવીણભાઈ સોનારા સહિતના સ્ટાફે પ્રાથમિક શાળા પર જઇ ને કોરોના વાયરસ અંગે સાવચેતી રાખવા સૂચના આપી રાશન કીટ ના પેકીંગ અંગે માહિતી મેળવી હતી.


Loading...
Advertisement