પોલીસે ડ્રોનની મદદથી પાંચ દિવસમાં 71 ગુનાઓ દાખલ કર્યા

03 April 2020 03:24 PM
Rajkot Saurashtra
  • પોલીસે ડ્રોનની મદદથી પાંચ દિવસમાં 71 ગુનાઓ દાખલ કર્યા

પોલીસ કમિશ્નરે તમામ પોલીસ સ્ટેશન અને એસીપીને મળી 15 ડ્રોન ફાળવ્યા

રાજકોટ તા.3
શહેરમાં લોકડાઉનની કડક અમલવારી માટે તમામ ટ્રાફિક પોઈન્ટ અને શહેરના પ્રવેશ દ્વારો પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરંતુ તેમ છતા કેટલાક લોકો શેરી-ગલીમાં ક્રિકેટ સહિતની રમત રમતા હોય ટોળુ વળી બેસતા હોય તેઓને પકડી પાડવા માટે શહેર પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. જેના થકી પોલીસે છેલ્લા પાંચ દિવસમાં 71 ગુનાઓ દાખલ કર્યા છે.

શહેરમાં હાલ લોકડાઉનની સ્થિતિમાં પણ લોકો કાયદાનો ભંગ કરી શેરી ગલીઓમાં એકઠા થઈ બેસતા હોય તથા ક્રિકેટ વોલીબોલ સહિતની રમતો રમતા હોય આવા લોકોને પકડવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના તમામ એસીપી અને પોલીસ સ્ટેશન ખાતે એક એક ડ્રોન કેમેરા મળી કુલ પંદર ડ્રોન કેમેરા ફાળવવામાં આવ્યા છે. જેના થકી પોલીસ દ્વારા વોચ ગોઠવી શેરી ગલીઓમાં બેસતા અને ક્રિકેટ રમતા શખ્સોને શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા છેલ્લા પાંચ દિવસ દરમ્યાન શહેરના અલગ અલગ વિસ્તારમાં ડ્રોન કેમેરા મારફત વોચ ગોઠવી કુલ 71 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. તેમજ પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા પ્રજાને અપીલ કરવામાં આવી છે કે લોકડાઉન દરમ્યાન લોકોએ શેરી ગલીઓમાં એકઠા ન થવું તેમજ ક્રિકેટ વોલીબોલ જેવી રમતો રમવી નહીં. ઘરે રહો સ્વસ્થ રહો અને સુરક્ષીત રહો. કોઈ ઈમરર્જન્સી કામ સિવાય બહાર નીકળવું નહીં.


Loading...
Advertisement