જયાં ટુકડો ત્યાં હરી ઢુકડો : જસદણ જલારામ મંદિર દ્વારા દરરોજ ચાર હજાર લોકોને ભોજન સેવા

03 April 2020 12:42 PM
Jasdan
  • જયાં ટુકડો ત્યાં હરી ઢુકડો : જસદણ જલારામ મંદિર દ્વારા દરરોજ ચાર હજાર લોકોને ભોજન સેવા

સેવાભાવીઓની મદદથી વિવિધ વિસ્તારોમાં ભોજન વિતરણ : નાત-જાતના ભેદભાવ વિના અનોખો સેવાયજ્ઞ

જસદણ તા.3
લોકડાઉનની સ્થિતિમાં જસદણ શહેરમાં હજારો જરૂરિયાતમંદ લોકોને બન્ને ટાઇમ ભોજનની મુશ્કેલીના ઉકેલ માટે જસદણના બ્રહ્મલીન સંત પૂજ્ય હરિરામબાપા પ્રેરીત જલારામ મંદિર જસદણ દ્વારા જસદણના વિવિધ વિસ્તારોમાં જઈને અંદાજે ચાર હજાર લોકોને વિનામૂલ્યે ભોજન કરાવવામાં આવે છે.
કોરોના નિયંત્રણ માટે લોકડાઉનના પ્રથમ દિવસે અંદાજે પાંચસો વ્યક્તિ, બીજા દિવસે પંદરસો વ્યક્તિ તેમજ ત્રીજા દિવસે અઢી હજાર લોકો જ્યારે ચોથા દિવસથી દરરોજ બપોરે ચાર હજાર વ્યક્તિઓ અને સાંજે ચાર વ્યક્તિઓ મળી રોજના કુલ આઠ હજાર જરૂરિયાતમંદ લોકોને તેમના વિસ્તારમાં તેમના ઘરે જઈને ભોજન પહોંચાડવામાં આવે છે. બપોરે પણ ચાર હજાર વ્યક્તિ અને રાત્રે પણ ચાર હજાર વ્યક્તિને ભોજન પહોંચાડવામાં આવે છે. દરરોજ બપોરે રોટલી, શાક, દાળ-ભાત સહિતની વાનગીઓ તેમજ રાત્રે ખીચડી, કઢી, શાક વગેરે પહોંચાડવામાં આવે છે. જુદા જુદા અગિયાર વાહનો દ્વારા દરરોજ બંને ટાઈમ સોશિયલ ડિસ્ટન્સ સાથે હરિ પરિવારના દરેક સભ્યો માસ્ક પહેરી હાથ સેનિટાઈઝ કરી ચોકસાઈ અને સ્વચ્છતા સાથે ભોજન પહોંચાડવાની વ્યવસ્થા સાંભળી રહ્યા છે. જસદણ શહેરના લોહિયા નગર, હુડકો, વડલાવાડી, ગંગાભુવન, આટકોટ રોડ, ગીતાનગર, બાવન ચોક, ફકીર વાડો, ચિતલીયા રોડ, તરગાળા શેરી, દલિત વાસ, વિછીયા રોડ, વાજસુરપર, જુના માર્કેટિંગ યાર્ડ સામે, નદીકાંઠે, તાલુકા પંચાયત પાછળ, બાપાસીતારામ ઓટા પાછળ, વિશ્વકર્મા સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં પછાત અને જરીરીયાતમંદ લોકોના ઘરે-ઘરે જઈને ભોજન આપવામાં આવે છે. અન્નદાનના આ મહા સેવાયજ્ઞમાં અશોકભાઈ મહેતા (મો.9824425256) ભરતભાઈ જનાણી (મો. 9824425400), નરેશભાઈ પોલરા દરેડ (મો. 9909446033), પ્રફુલભાઈ પોપટ, કમલેશભાઈ ચોલેરા, સંજયભાઈ પોપટ, ઘનશ્યામભાઈ તન્ના પુજારી, કિરીટભાઈ છાયાણી રાધેશ્યામ, જયુભાઈ બોરીચા વગેરે સેવા આપી રહ્યા છે. જલારામ મંદિર ખાતે ચાલતા આ સેવાયજ્ઞની સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઇ બોઘરા, ડેપ્યુટી કલેક્ટર પ્રિયંકકુમાર ગલચર, પી.એસ.આઇ નિકુંજ ભાઈ જોષી, કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા સહિતનાએ મુલાકાત લીધી હતી. કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. પ્રફુલભાઈ પોપટ, સુરેશભાઈ જોષી, વિજયભાઈ ચૌહાણ, વિજયભાઇ જે. રાઠોડ, દિલીપભાઈ કલ્યાણી, ગીરીશભાઈ શેઠ, શૈલેષભાઈ શિરોડિયા, જયકાન્તભાઈ છાંટબાર, નિલેશભાઈ રાઠોડ, વેલાભાઇ હિરપરા, રાજુભાઈ પોપટ, ચંદુભાઈ સોઢા, હરેશભાઈ પોપટ, નીતિનભાઈ ભાડલીયા, હરેશભાઈ કે. સખીયા, ચંદ્રકાંતભાઈ બાબરીયા, પ્રશાંતભાઈ વડોદરિયા, રાજેશભાઇ કંસારા, જીગ્નેશભાઈ બાબરીયા, ચંદુભાઈ કચ્છી, અનિલભાઈ મકાણી, વિઠ્ઠલભાઈ સખીયા, હરેશભાઈ ધાધલ, જીતેન્દ્રભાઈ બોઘાણી, વલ્લભભાઈ ભવાનભાઈ હિરપરા, પંકજભાઈ એમ. રામાણી, સુરેશભાઈ ભાદાણી, નીતિનભાઈ ચોહાલીયા, ઘનશ્યામભાઈ બી વઘાસિયા, સંદીપભાઈ બી. કોટડીયા, નિકુંજભાઈ રામાણી, બીજલભાઈ ભેંસજલિયા, અક્ષરભાઈ એમ. ચોહલિયા , ગોવિંદભાઇ ગળીયા, વિમલભાઈ ટી.છાયાણી સહિતના
વિવિધ વિસ્તારોમાં ભોજન પહોંચાડી વિતરણ કરવાની તેમજ જલારામ મંદિર ખાતે વિવિધ પ્રકારની સેવા આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હરિરામબાપા પ્રેરિત જસદણ જલારામ મંદિર ખાતે છેલ્લા પાંત્રીસ વર્ષથી અન્નક્ષેત્ર ચાલે છે.


Loading...
Advertisement