સુરતમાં કોરોનાના દર્દીએ 10 દિવસ હોસ્પિટલમાં માર્ચ એન્ડિંગનાં હિસાબો કર્યા

03 April 2020 12:28 PM
Surat
  • સુરતમાં કોરોનાના દર્દીએ 10 દિવસ હોસ્પિટલમાં માર્ચ એન્ડિંગનાં હિસાબો કર્યા

દુબઇથી આવ્યા બાદ રીપોર્ટ પોઝીટીવ આવ્યો : હોસ્પિટલમાં રહી ઓડીટ કરાવ્યું

સુરત,તા. 3
ગુજરાતની ગમે તેવી પરિસ્થિતિમાં પરંતુ પોતાનો ધંધો કરવાનું ચૂકતા નથી. એવું જ એક સુરતના ફૈઝલ ચુનારાએ કરી બતાવ્યું છે. ફૈઝલ ચુનારા દુબઇથી આવ્યા બાદ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. પોઝીટીવ આવતા તરત સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. પરંતુ તેઓ હસ્પિટલમાં બિઝનેસના અધુરા કામ કરવાનું શરુ કરી દીધું હતું અને માર્ચ એન્ડીંગનાં હિસાબો કર્યાં

ફૈઝલ ચુનારાને સિવિલમાં દાખલ કરાયા પરંતુ ધંધાદારી માણસ 24 કલાક એકને એક જગ્યાએ એક જ બેડ પર રહેવાનું સ્વીકારે નહીં આથી તેઓએ પોતાનો એડવાઇઝરી બિઝનેસના અધુરા કામ કરવાનું નક્કી કયુર્ં અને તુરંત કામ શરુ પણ કરી દીધું. માર્ચ એન્ડીંગ હોવાથી હિસાબો સરખા કર્યા, ઓડિટ કરવાનું હતું તે કરાવ્યું. હોસ્પિટલા બેડ પર બેસીને તમામ કામ પૂર્ણ કર્યા અંતે દસ દિવસ બાદ રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ફૈઝલને ઘરે જવાની મંજુરી અપાઈ.


Loading...
Advertisement