પોરબંદરમાં વિ.હિ.પ.-બજરંગદળ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

03 April 2020 12:23 PM
Porbandar
  • પોરબંદરમાં વિ.હિ.પ.-બજરંગદળ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

રકતદાતાઓએ કરેલુ 90 યુનિટ રકતદાન

(બી.બી. ઠકકર દ્વારા)
પોરબંદરમાં જડબેસલાક લોકડાઉનની સ્થિતિ વચ્ચે વિશ્ર્વ હિન્દુ પરિષદ, આરએસએસ તેમજ બજરંગદળના સંયુકત ઉપક્રમે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 90 જેટલા રકતનું યુનિટ ભેગુ થયું હતું.
વિન્વ હિન્દુ પરિષદના મંત્રી પરિમલભાઈ મકવાણા અને અમિતભાઈ ડોડીયા તેમજ હિન્દુ સંગઠનના સભ્યો દ્વારા પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
જેમાં લોકડાઉન હોવાથી ત્રણ ત્રણ વ્યકિતઓ દ્વીરા રકતદાન કરવામાં આવેલ.
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં રકતની તંગી હોવાથી પોરબંદર હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા 90 બોટલ રકત એકત્ર કરી પોરબંદર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં અર્પણ કરેલ હતું.


Loading...
Advertisement