પોરબંદરમાં લોકડાઉનના જાહેરનામાના ભંગ સબબ પાંચ શખ્સો ઝડપાયા

03 April 2020 12:20 PM
Porbandar
  • પોરબંદરમાં લોકડાઉનના જાહેરનામાના ભંગ સબબ પાંચ શખ્સો ઝડપાયા

ગુનો નોંધી એલ.સી.બી. પોલીસ સ્ટાફે બોલાવેલો સપાટો

(બી.બી. ઠકકર દ્વારા)
રાણાવાવ તા.3
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા તેમજ લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. પોરબંદરમાં જાહેરનામાના ભંગ સબબ પાંચ શખ્સોને પકડી પાડી એલસીબીએ કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચના અન્વયે એલસીબી પીઆઈ એમ.એન. દવેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.એન. ચુડાસમા એલસીબી સ્ટાફ સાથે પોરબંદર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કિર્તીમંદિર પો.સ્ટે. તથા ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તારોમાંથી લોકડાઉનનું ઉલ્લંઘન કરતા પાંચ ઈસમો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
જેમાં ભીમાભાઈ રાજાભાઈ કટારા ઉ.34 રહે. જયુબીલી કેશુભાઈના બંગલાવાળી શેરીમાં પોરબંદર, ભરત ઉર્ફે લાંબો ધીરજલાલ ફટાણીયા ઉ.35 રહે જયુબીલી ખાપટ રોડ ગાંધીય9ણીના ડેલા સામે પોરબંદર, હિતેશ રાજુભાઈ સોલંકી ઉ.35 રહે. કડીયાપ્લોટ, વાલ્મીકીવાસ શેરી નં.7 પોરબંદર, અર્જુન ઉર્ફે લાલો દિનેશભાઈ મકવાણા ઉ.20 રહે. ઝુડાળા પોરાઈ મંદિર પાછળ, પોરબંદર, કિશન ઉર્ફે ચીનો બાબુભાઈ ઢાંકેચા ઉ.35 રહે. કડીયાપ્લોટ, શેરી નં.7 પોરબંદરને પકડી પાડી કાર્યવાહી કરાયેલ છે.


Loading...
Advertisement