અલંગ યાર્ડની શાંતિમાં પલિતો ચાંપવા પ્રયાસ : સૂઇ રહેલી મહિલાઓ પર હૂમલો

03 April 2020 12:20 PM
Bhavnagar Gujarat
  • અલંગ યાર્ડની શાંતિમાં પલિતો ચાંપવા પ્રયાસ : સૂઇ રહેલી મહિલાઓ પર હૂમલો

તોફાની તત્વોએ મહિલાઓને માર મારતા પોલીસ દોડી

તળાજા તા.3
ભાવનગર નજીકનાા અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં વસવાટ કરતા પરપ્રાંતીય મજૂરો ને ગઈકાલ રાત્રે અચાનકજ આવેલા તોફાની તત્વો એ વિના કારણે જુલમ ગુજારવામાં આવ્યો હતો. ખોલીઓ ની બહાર સુતેલા અનેક પરિવારો ને ધોકાઓ બોથડ પદાર્થ મારી રીતસર આતંક મકચવવા માં આવ્યો હતો.જેને લઈ પોલીસે બંદોબસ્ત ગોઠવી કાયદો વ્યવસ્થા જળવાય રહે તેમાટે પગલાં ભર્યાછે.

એક તરફ કોરોનાનો ભય છે.બીજી તરફ અનેક શ્રમિકો કામ ધંધા વિહોણા છે.તેની વચ્ચે ગત રાત્રે અલંગ શિપયાર્ડ ના પ્લોટ નંબર 24ડી અને આસપાસના વિસ્તારમાં સુતેલા પરપ્રાંતીય પરિવારો પર તોફાની તત્વો તૂટી પડ્યા હતા. હાથમાં ધોકા કે બોથડ પદાર્થ લઈ ને આવેલા ઈસમો એ મહિલા,બાળકો, પુરુષો જે હાથમાં આવ્યા તેઓતી.ને મારવા લાગ્યા હતા.જેનાકારણે અમુક ને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હઆ બનાવ ગતરાત્રે 10.30 બાદ બન્યો હતો.

સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતુંકે આજે તળાવ માં પર પ્રાંતીય ન્હાવા ગયા ત્યારે પણ દોડાવી દોડાવી માર માર્યો હતો.જેમાં અનેક ને કાંટા ઓ ખૂંચી ગયા હતા. તોફાની તત્વોથી અહીંના લોકો ફફડી ગયા હતા.આ બાબતે રૂરલ પો.સ.ઇ કે.બી જાડેજા એ જણાવ્યું હતુંકે પોતાને જાણ થતાં તે વિસ્તારમાં વાહન સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.


Loading...
Advertisement