ગોંડલ માર્કેટીંગ યાર્ડ દ્વારા કોરોના રાહત કાર્ય માટે 20 લાખની રાશનકીટનું વિતરણ શરૂ

03 April 2020 10:59 AM
Gondal
  • ગોંડલ માર્કેટીંગ યાર્ડ દ્વારા કોરોના રાહત કાર્ય માટે 20 લાખની રાશનકીટનું વિતરણ શરૂ

મુખ્યમંત્રી રાહતફંડમાં રૂા.અઢી લાખ અપાયા

ગોંડલ તા.3
કોરોના મહામારીના કારણે ધંધા રોજગાર બંધ થવાથી રોજનું રોજ કમાઈ ખાનારા શ્રમિક ગરીબ પરિવારની હાલત કફોડી બની છે આવા કપરા સમયમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા રૂપિયા 20 લાખની પાંચ હજાર નંગ રાશન કીટ તૈયાર કરી વિતરણ નું આયોજન કરાયું છે સાથે અઢી લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડ માં અપાયા છે
માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા તાલુકાની સહકારી મંડળીઓના પ્રમુખ મારફતે બીપીએલ કાર્ડથી વંચિત રહી ગયેલા લોકો જેમને અન્ય કોઇ સરકારી સહાય મળેલ નથી તેવા પરિવાર વયોવૃદ્ધ એકલવાયુ જીવન જીવતા લોકો માટે ઘઉંનો લોટ પાંચ કિલો, 1 કિલો તેલ, 1 કિલો દાળ, બે કિલો બટાટા, પાંચ કિલો ડુંગળી, 1 કિલો મીઠું મળી આશરે રૂપિયા 375 ની કિંમત ને 5000 રાસન કીટ તૈયાર કરવામાં આવી છે જેનું વિતરણ રામનવમીના દિવસ થી શરૂ કરાયું છે આ તકે સાંસદ રમેશભાઈ ધડુક પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.
સરકાર તરફથી આ વર્ગની બજાર સમિતિઓને કોરોના રાહતકાર્ય માટે રૂપિયા 25 લાખ સુધીનું અનુદાન આપવા મંજૂરી આપી છે જેને અનુલક્ષી બજાર સમિતિ દ્વારા અઢી લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડ માં તેમજ 20 લાખની રાસન કી વિતરણનું આયોજન કરાયું છે અને જરૂર જણાયે વધુ રાસન કીટ વિતરણ નું પણ આયોજન કરવામાં આવશે રાસન કીટ તૈયાર કરવા માટે બજાર સમિતિ ના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી તેમજ એક દિવસના પગારની રકમ કોરોના મહામારી ના રાહતકાર્યમાં આપી હતી.
કરૂણાનો સાગર ઘુઘવાયો
ગોંડલ ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસીમાં કનૈયા મમરા નામે કારખાનું ધરાવતા અને પટેલ સમાજના અગ્રણી એવા રસિકભાઈ મારકણા ના કારખાનામાં 150 થી પણ વધારે શ્રમિકો રોજગારી મેળવી રહ્યા હોય કોરોનાવાયરસ મહામારી અને લોકડાઉન ના આ કપરા સમયમાં એક પણ કર્મચારી ભૂખ્યો ન રહે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.આ માટે એકાંતર ઘઉંના લોટ લીલા શાકભાજી વિતરણ કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત દરરોજ સવારે તમામ શ્રમિકોને નાસ્તો પણ પીરસવામાં આવી રહ્યો છે સાથોસાથ હ્યુમન ડિસ્ટન્સ જાળવવું મોઢા પર માસ્ક પહેરો તેમજ હાથમાં ગ્લોઝ પહેરવાની સૂચના આપવામાં આવી રહી છે.


Loading...
Advertisement