રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે મુંબઈ ખાતે ફસાયેલા લોકોને રહેવા-જમવાની સુવિધા અપાવી

03 April 2020 10:45 AM
Amreli
  • રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે મુંબઈ ખાતે ફસાયેલા લોકોને રહેવા-જમવાની સુવિધા અપાવી

સામાજીક પ્રસંગ જાફરાબાદના 15 વ્યકિતઓ અટવાઈ ગયા

રાજુલા, તા. 3
રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર આમ તો લોક સેવા કરવામાં ખુબજ ઉત્સાહી છે. તેઓ વિધાનસભામાંઅને રાજુલા-જાફરાબાદ ખાંભા પોતાના મન વિસ્તારની અવિરત સેવાઓ કરી રહ્યા છે. જેમાં તેઓ મેડીકલ સુવિધાઓ હોય છે કે પછી લોકોને અન્ય જરૂરીયાત હોય તે પુરી કરવા માટે હર હંમેશ પોતાના 100% પ્રયત્નો જરૂરથી કરે છે. તાજેતરમાં કોરોના વાઈરસ-2019 ના લોકડાઉન સમયમાં પણ તેની સેવા અવિરત શરૂ કરેલ છે. જેમાં થોડા દિવસ પહેલા સુરત મુકામે રાજુલાના ચાંચબંદર, ખેરા, પટવા ઉપરાંત જાફરાબાદ તાલુકાના શિયાળબેટ સહિતના ગામના મજુરો સુરત પાસે લોકડાઉનમાં અનાજ તથા ખાદ્ય સામગ્રી ખુટી પડેલ હતી તેવા સમયે અંબરીશભાઈ ડેરને જાણ થતા તેઓ દ્વારા તેમના મિત્રોને ફોન પર વાત કરવામાં આવતા આ તમામ લોકોને સુવિધાઓ પુરી પાડેલ હતી.
તા.19-3-2020 ના રોજ સામાજીક પ્રસંગમાં હાજરી આપવા માટે જાફરાબાદ તાલુકાના બાખરકોટ ગામના 15 લોકો લોકડાઉન કોરોના વાઈરસને કારણે અમલમાં આવતા ફસાઈ ગયેલા હોય તેની જાણ અંબરીશભાઈ ડેરને કરવામાં આવતા તેઓ દ્વારા રાજયના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરને તેમજ રાજયના પોલીસ વિભાગને તેમજ મહાનગર પાલીકાના તંત્રને ઈ-મેઈલથી તેમજ ટવીટર મારફતે જાણ કરવામાં આવેલ જેમાં તેઓએ આ તમામ 15 લોકોને ઘરે પરત ફરવામાં અથવા ત્યાં ખાવા-પીવા રહેવાની વ્યવસ્થા કરાવવા જણાવેલ છે. જેનો પ્રત્યુતર પણ બધા જ તંત્ર દ્વારા આપવા આવેલ છે. અને મુંબઈમાં ફસાયેલ લોકોની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે તેવુ પણ મહારાષ્ટ્ર સરકારે જણાવેલ હોય તેથી પોતાના મત વિસ્તારના લોકોની લાગણી અને માંગણી સંતોષાય તેવા તમામ પ્રયત્નો ડેર દ્વારા આવા કપરા સમયે કરે છે.


Loading...
Advertisement