મુન્દ્રામાં લોકડાઉનની સ્થિતિનો ગેરલાભ ઉઠાવી જીવન જરૂરી ચીજો વેચવામાં ઉઘાડી લુંટ

03 April 2020 10:45 AM
kutch
  • મુન્દ્રામાં લોકડાઉનની સ્થિતિનો ગેરલાભ ઉઠાવી જીવન જરૂરી ચીજો વેચવામાં ઉઘાડી લુંટ

વેપારીઓ ખુલ્લેઆમ વધુ ભાવ લેતા હોવા છતા અધિકારીઓને દેખાતું નથી

મુંદ્રા, તા. 3
બંદરીય શહેર મુન્દ્રા સાથે હાલમાં દેશભરમાં કોરોના વિશે સંસ્કારનો 21 દિવસનો લોકડાઉન ચાલી રહ્યો છે. જેના સંદર્ભમાં મુંદરા શહેર અને ગામડા વિસ્તારમાં અનેક જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવ વધારે સાથે ઉઘાડી લુંટ ચલાવી રહ્યા છે. તેવી ફરિયાદો લોકો રોજ કરી રહ્યા છે. છતો પણ આવા લુટનાર વેપારીઓ સાથે નાના-મોટા શાકભાજી વાળા, દુધવાળા વગેરે તકનો લાભ લઈને અનેક ભાવ વધારો લઈ રહ્યા છે. કોઈની બીક ન હોય તે બેફીકર ભાવ વધારે લઈ અને કાયદાની કોઈ પણ પરવા કરવા વિના ભાવ લઈ રહ્યા છે.
સરકાર હંમેશા લોકો માટે કટીબંધ ચીજ વસ્તુઓની અછત ન રહે એના માટે પુરતો સ્ટોકની ચીજ વસ્તુ મળતી રહે તેવા પગલા ભરી રહી છે. છતા પણ હાલમાં કોરોનાની બીમારી માટે લોકોને બહાર નિકળવા માટે લોકડાઉનનો પાલન સાથે ચીજ વસ્તુ ખરીદી કરી રહ્યા છે. પરંતુ લોકોને એક બાજુ કોરોના સતાવી રહ્યો છે. તેવામાં અમુક લાલચુ વેપારીઓ પ્રજાના મજબુરીનો ફાયદો ઉઠવાને લુટવામાં કોઈ પણ કસર બાકી રાખતા નથી તેવી ફરિયાદો શહેર અને ગામડા વિસ્તારમાંથી ઉઠી રહી છે. અનેક વસ્તુઓ જેવી કે અનાજ, દુધ, શાકભાજી, બાડી, બાકસ વગેરેની વસ્તુમાં 15 થી 30 રૂપીયા જેવો વધારો લઈ રહ્યા છે. તેવા વેપારીઓ ઉપર પગલા ભરવામાં આવે તેવી માગ ઉઠી છે.
એમ તો ભાવ વધારો લેવો એ પણ એક ગુનો બને છે. ત્યારે આવા વેપારીઓ મધ્યમ વર્ગ સાથે ગરીબનો મુશ્કેલીમાં ગેરફાયદો લઈ રહ્યા છે ત્યારે આવા ઉપર તાત્કાલીક પગલા ભરી તંત્ર પ્રજાની વારે આવે તેવી પ્રજા ઈચ્છી રહી છે.


Loading...
Advertisement