તો ઈંગ્લેન્ડની બે ક્રિકેટ ટીમ એક સાથે રમશે

02 April 2020 05:44 PM
India Sports
  • તો ઈંગ્લેન્ડની બે ક્રિકેટ ટીમ એક સાથે રમશે

કોરોનાના કારણે ક્રિકેટ શેડયુલ પર ભારે અસર પહોંચી છે અને આંતરરાષ્ટ્રીય શેડયુલ ટુંકા થઈ ગયા છે તો પણ પહોંચી શકાશે કે કેમ તે પ્રશ્ન છે. ઈંગ્લેન્ડની ટીમને પાકિસ્તાન અને વેસ્ટઈન્ડીઝ બંને સામે રમવાનું છે અને ઓસ્ટ્રેલિયા સામે પણ તેની શ્રેણી નિશ્ચિત છે પણ ક્રિકેટ શેડયુલ અસ્તવ્યસ્ત થતા હવે ઈંગ્લેન્ડે બે ક્રિકેટ ટીમ મેદાનમાં ઉતારવા તૈયારી કરી છે.

આ બંને ટીમ સમતોલ બનાવાશે અને બંને એક સાથે અલગ અલગ દેશો સામે રમતી હશે. બંને દેશની માન્ય ટીમ જ હશે. જો કે તેને આઈસીસી માન્યતા આપે છે કે કેમ તે પ્રશ્ન છે.


Loading...
Advertisement