સુરતમાં એક જ વિસ્તારના 54000 લોકોનું ‘માસ કવોરન્ટાઈન’: પ્રથમ ઘટના

02 April 2020 04:57 PM
Surat Gujarat
  • સુરતમાં એક જ વિસ્તારના 54000 લોકોનું ‘માસ કવોરન્ટાઈન’: પ્રથમ ઘટના
  • સુરતમાં એક જ વિસ્તારના 54000 લોકોનું ‘માસ કવોરન્ટાઈન’: પ્રથમ ઘટના

રાંદેરના લોકોને વિસ્તારની બહાર નિકળવા પર જ પ્રતિબંધ: લોન્ડ્રી સંચાલકનો પોઝીટીવ રિપોર્ટ આવતા પગલુ

સુરત તા.2
ડાયમંડ સીટી સુરતના રાંદેર વિસ્તારમાં કોરોનાનો એક ટેસ્ટ પોઝીટીવ આવતા સમગ્ર વિસ્તાર કવોરન્ટાઈન કરવામાં આવ્યો છે.

સુરત મ્યુનીસીપલ કોર્પોરેશને એ વિસ્તારને માસ કવોરન્ટાઈન એરિયા જાહેર કરી એ વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ મુકયો છે. રાંદેરમાં અંદાજે 54000 લોકો રહે છે.

ગુજરાતમાં કદાચ આટલી મોટી વસ્તીને કવોરન્ટાઈન કરવામાં આવી હોય તેવું પહેલીવાર બન્યું છે. માસ કવોરન્ટાઈન પછી રાંદેર રોડ સુમસામ જોવા મળ્યો છે, અને એ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સુરત મહાપાલિકા દ્વારા રાંદર માટેની માસ કવોરોન્ટાઈન સ્ટ્રેટેજીમાં 16785 ઘરનો સર્વે કરાયો હતો, અને એ પછી 54003 લોકોને માસ કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

સુરતમાં લોન્ડ્રી ચલાવતા એક વૃદ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખખનીય છે કે ગઈકાલે ડીમાર્ટના એક કર્મચારીને પણ કોરોનાના લક્ષણો દેખાતા સ્ટોર બંધ કરવામાં આવ્યો હતો એનો ટેસ્ટ રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.


Loading...
Advertisement