અમેરીકામાં વડોદરાના 75 વર્ષીય છીનુ પટેલનુ કોરોનાથી મોત

02 April 2020 04:52 PM
Vadodara Gujarat
  • અમેરીકામાં વડોદરાના 75 વર્ષીય છીનુ પટેલનુ કોરોનાથી મોત

કોરોનાના કારણે અમેરિકામા રહેતા ભારતીયનુ મોત થયુ છે. 75 વર્ષીય છીનુ પટેલનુ કોરોનાની સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. તેઓ મુળ વડોદરાના છે અને એનઆરઆઈ બિઝનેસમેન હોવાનું જાણવા મળ્યુ છે.
છીનુ પટેલ વર્ષોથી શિકાગોમાં રહીને પોતાનો બિઝનેસ સંભાળી રહ્યા હતા. છીનુભાઈના પત્ની પણ શિકાગોની હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યા છે. 35 દિવસ પૂર્વે જ દંપતી વડોદરાથી અમેરીકા ગયુ હતું. અમેરીકામાં કોરોના ગ્રસ્તોની સંખ્યામાં સતત વધારો નોંધાય રહ્યો છે જેમાં 75 વર્ષીય છીનુ પટેલનુ સારવાર દરમ્યાન મોત થયુ છે.


Loading...
Advertisement