બોટાદ જિલ્લામાં લોકડાઉનની કડક અમલવારી કરાવતું તંત્ર; જાહેરનામા ભંગના 111 બનાવો જાહેર

02 April 2020 02:09 PM
Botad
  • બોટાદ જિલ્લામાં લોકડાઉનની કડક અમલવારી કરાવતું તંત્ર; જાહેરનામા ભંગના 111 બનાવો જાહેર

32771 પેસેન્જરોનું સ્ક્રિનીંગ કરાયુ; ચેકપોસ્ટ પર સતત બંદોબસ્ત

બોટાદ, તા. 2
બોટાદ જિલ્લામાંથી આજ દિન સુધી 11 વ્યકિતઓ શંકાસ્પદ જણાતા કોરોનાના રીપોર્ટ માટે સર તખ્તસિંહજી હોસ્પીટલ ભાવનગર ખાતે દાખલ કરી સેમ્પલ લેવામાં આવેલ હતા. જે પૈકી 10ના રીપોર્ટ નેગેટીવ આવેલ છે તેમજ એકનું પરિણામ બાકી છે.
જિલ્લામાં પ્રવેશતા તમામ વાહંનોના મુસાફરોના આરોગ્યનું સઘન ચેકીંગ શરૂ છે. જિલ્લાની ચેકપોસ્ટ ખાતે તા.31-3 ના રોજ 113 વાહનોના 444 પેસેન્જરોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ અને આજ દિન સુધી કુલ 7981 વાહનોના 32771 પેસેન્જરોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. જિલ્લામાં કુલ આજ દિન સુધી 31783 વ્યકિતઓને ગાઈડ લાઈન અનુસાર હોમ કોરેન્ટાઈન્ડ કરવામાં આવેલ છે. 87 વ્યકિતઓને ગાઈડલાઈન અનુસાર ફેસીલીટી કોરેન્ટાઈન્ડ કરવામાં આવેલ છે. 29806 વ્યકિતઓને ગાઈન લાઈન અનુસાર હોમ કોરેન્ટાઈન્ડ કરવામાં આવેલ છે.
હાઉસ ટુ હાઉસ સર્વે અંતર્ગત તા.31-3 ના રોજ 22180 ઘરના કુલ 105428 વ્યકિતઓનો સર્વે કરવામાં આવ્યો તેમા તાવના 123, શરદીના 1712 અને તાવ અને શરદીના 34 કેસો જોવા મળેલ છે.
જાહેર જગ્યા રોડ રસ્તા ઉપર થુંકવા પર તા.31/3 સુધીમાં કુલ 111 કિસ્સામાં 28280 રૂપિયા દંડ વસુલ કરવામાં આવેલ છે.
બોટાદ જિલ્લામાં આવેલ કુલ 7 શેલ્ટર હાઉસમાં 630 લોકોને આશ્રય આપી શકાય તેમ છે. જેમા હાલ કુલ 374 લોકોને આશ્રય આપવામાં આવેલ છે. આ તમામ લોકોને રહેવા જમવાની તમામ વ્યવસ્થા સ્થાનીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ છે. મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાં બોટાદ જિલ્લા કલેકટર દ્વારા સેવાભાવી સંસ્થા, એસોસીએશન મારફતે વધુમાં વધુ દાન કરવા દાતાઓને અપીલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં રૂા.1974766 દાન મળેલ છે. જેમાં બોટાદ માર્કેટીંગ યાર્ડ તરફથી રૂા.11,00,000 નુ દાન વિસામણબાપુની જગ્યા પાળીયાદ તરફથી રૂા.5,00,000 તથા યોગેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલા, નાગનેશ તરફથી રૂા.1,01,000 નું દાન મળેલ છે. રણજીતભાઈ વાળા, બોટાદ (એ વર્લ્ડ સિનેમા) રૂા.1,25,111 નું દાન મળેલ છે.


Loading...
Advertisement