ત્રણ બાળકોનો આ પરિવાર કોરોના સામે રક્ષણ મેળવવા હર્બલ સિગારેટ પીએ છે

02 April 2020 01:57 PM
Entertainment India
  • ત્રણ બાળકોનો આ પરિવાર કોરોના સામે રક્ષણ મેળવવા હર્બલ સિગારેટ પીએ છે

કોરોનાથી બચવા માટે લોકો જાતજાતના નુસખા અજમાવી રહ્યા છે.

જો કે કેટલાંક ગતકડાં કેટલા મોંઘા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક થઇ શકે છે. એનો કોઇને અંદાજ પણ આવી શકે તેમ નથી. ઇન્ડોનેશિયામાં એક પરિવાર હર્બલ સિગારેટ ફૂંકીને કોરોનાને દૂર રાખવા માગે છે.
ત્રણ બાળકો ધરાવતા આ પરિવારનાં સભ્યો હર્બલ સિગારેટ પી રહ્યા હોય એવો વીડિયો વાયરલ થયો છે. જેમાં આખો પરિવાર જમીન પર બેસીને હુક્કાનો કસ લઇ રહેલા જોવા મળે છે. આ બધામાં બે છોકરાઓ પાંચેક વર્ષની વયના જણાય અને દરેકની પાસે પોતાની સિગાર છે.
એક બાળક તો સાવ ખોળામાં સુતું છે અને મહિલા સિગારેટનાં કસ લઇ રહી છે. આ પરિવાર ઇન્ડોનેશિયાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં એમ માને છે કે હર્બલ સિગારેટથી કોરોના વાયરસ સામે લડી શકાય છે. આ ઘટનાનો વીડિયો ઉતારી રહેલો માણસ કેમેરા પાછળથી બોલતો સંભળાય છે કે કોરોના વાઈરસ સામે લડવા અમારો પરિવાર સિગારેટ પી રહ્યો છે. અલ્લાહની મરજી હશે તો કોરોના વાઈરસ નાબૂદ થઇ જશે.


Loading...
Advertisement