ડેઇલી વેજીસ પર નિર્ભર વર્કર્સ માટે 51 લાખ રૂપિયા ડોનેટ કર્યાં રોહિત શેટ્ટીએ

02 April 2020 01:56 PM
Entertainment India
  • ડેઇલી વેજીસ પર નિર્ભર વર્કર્સ માટે 51 લાખ રૂપિયા ડોનેટ કર્યાં રોહિત શેટ્ટીએ

મુંબઈ : રોહિત શેટ્ટીએ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડીયા સિને એમ્પ્લોઇઝને રોજનું કમાતાં કારીગરો માટે 51 લાખનું દાન કર્યું છે. કોરોના વાઈરસને કારણે આ કારીગરોની રોજગારી હાલમાં બંધ છે. તેમનો જીવન નિર્વાહનો પ્રશ્ન ઉભો થયો છે. એવામાં રોહિત શેટ્ટીએ કરેલી મદદને લઇને અશોક પંડિતે તેની પ્રશંસા કરી છે. એ વિશે ટિવટર પર અશોક પંડિતે ટવીટ કર્યું હતું કે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં રોજનું કમાતાં કારીગરો માટે રોહિત શેટ્ટીએ દાખવેલી ઉદારતા માટે આભાર. આ સંકટની ઘડીમાં 51 લાખ રુપિયાની તારી મદદ ખરેખર પ્રેરણાદાયક છે.

બીજી તરફ તેની પ્રશંસા કરતા ઇન્સ્ટાગ્રામ પર ફરાહ ખાને લખ્યું હતું કે રોહિત તને વધુ સામર્થ્ય મળે.


Loading...
Advertisement