લોકડાઉનની સ્થિતિમાં અનુષ્કા શર્માને એ લોકોની ચિંતા થઇ રહી છે જેમની પાસે મૂળભૂત સગવડો પણ નથી

02 April 2020 01:55 PM
Entertainment India
  • લોકડાઉનની સ્થિતિમાં અનુષ્કા શર્માને એ લોકોની ચિંતા થઇ રહી છે જેમની પાસે મૂળભૂત સગવડો પણ નથી

નવી દિલ્હી : દેશમાં લોકડાઉનને કારણે જે લોકો પાસે જીવન જીવવા માટે જરુરિયાતની ચીજવસ્તુઓ નથી એને લઇને અનુષ્કા શર્મા ચિંતિત છે. લોકડાઉનને કારણે કેટલાય લોકો છે જેમની રોજગારી છીનવાઈ ગઇ છે. તેમને ખાવાનાં સાંસા પડી રહ્યાં છે.

સાથે જ તેઓ મૂળભૂત વસ્તુઓના અભાવમાં જીવી રહ્યા છે. વિરાટ કોહલી અને તેમના ડોગી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને અનુષ્કાએ કેપ્શન આપી હતી કે ઘનઘોર અંધારા બાદ પ્રકાશ આવે છે, હાલ જે સમય છે એ વામણો લાગી રહ્યો છે, એ ખરેખર અનેક રીતે ખરાબ લાગી રહ્યો છે એને કારણે આપણે અનેક વસ્તુઓ કરતાં અટકી ગયા છીએ, સાથે જ ઘરે રહીને એવી કેટલીક એક્ટિવીટીઝ કરીએ છીએ જે આપણે નથી કરતી શકતા. ઘણી વખત એવું બને છે કે આપણે બિઝી હોઇએ છીએ અથવા તો આપણે કદી બિઝી હોવાનું માત્ર કહીએ છીએ.

જો આ સમયને આપણે માન આપીએ તો એમાંથી આપણને વધુ સામર્થ્ય મળશે. વર્તમાન સ્થિતિથી કેટલીક અગત્યની બાબતોનો અહેસાસ થયો છે. મારા માટે તો માત્ર ભોજન, પાણી અને માથા પર છત સાથે જ પરિવારનું સ્વાસ્થ્ય ખૂબ અગત્યનું ચે. એ સિવાય મારી પાસે જે પણ છે એ તો મારા માટે બોનસ છે. એના માટે હું ભગવાનની આભારી છું. જો કે જેને હું મૂળભૂત વસ્તુઓ કહું છું એ અન્ય લોકો ખૂબ અગત્યની છે, જેના માટે તેઓ ખૂબ સ્ટ્રગલ કરી રહ્યા છે. હું એ લોકો અને તેમના પરિવાર માટે પ્રાર્થના કરું છું.

આશા રાખું છું કે તેઓ સલામત અને સુરક્ષિત રહે. આ સમયે મને ખૂબ ચિંતનશીલ બનાવી છે. પૂરા વિશ્ર્વએ આપણને આપણી પ્રેમાળ વ્યક્તિઓ સાથે રહેવાની ફરજ પાડી છે. જો કે એમાં એક પાઠ પણ સમાયેલો છે. પાઠ એ છે કે આપણે કામ માટે અને લાઈફમાં બેલેન્સ જાળવી રાખવા માટે ઝઝૂમી રહ્યા છીએ (હું એની કદર કરું છું અને એના માટે ઘણાં વર્ષોથી તરસી રહી હતી.) સાથે જ એક શિક્ષા એ પણ છે કે આપણે એ વસ્તુને વધુ સમય આપીએ જેની ખૂબ જરુર છે.

આજે જ્યારે મને તમામ આશીર્વાદ મળ્યા છે ત્યારે એ જોઇને હુ એ તમામ લોકો માટે ખૂબ ચિંતિત છું જેઓ અનેક તકલીફોમાંથી પસાર થઇ રહ્યા છે. હું તેમને શક્ય હોય એટલી મદદ કરવા માંગું છું. હું સારા ઇન્સાન બનવાનો ગર્વ લઇ રહી છું. હું મારી સહજ બુધ્ધિથી એ અનુભવી રહી છું. આપણી સાથે એ તમામ લોકો અને પાઠ હંમેશા રહેશે. આશા રાખું છું કે આ પાઠ સતત આપણી લાઈફનો ભાગ બની રહે.


Loading...
Advertisement