કસીનો માત્ર બે દિવસના કામને કારણે અટકી ગઇ

02 April 2020 01:53 PM
Entertainment India
  • કસીનો માત્ર બે દિવસના કામને કારણે અટકી ગઇ

પૂજા બેનરજી, કરણવીર અને સુધાંશુ પાંડે સ્ટારર આ વેબ-સિરીઝ આજે રિલીઝ થવાની હતી, પણ હવે એનું ભાવિ અધ્ધરતાલ થઇ ગયું છે

રાજકોટ : ઝી ફાઈવ પર રિલીઝ થનારી વેબ-સિરીઝ કસીનો આજે રિલીઝ થવાની હતી પણ હવે એ અચોક્કસ મુદત માટે પાછળ ઠેલાઈ છે. માત્ર બે જ દિવસનું કામ બાકી હતું. અને પ્રોડયુસરે નક્કી કર્યું હતું કે વેબ સિરીઝને બીજી એપ્રિલે રિલીઝ કરવી.

બે દિવસના આ કામમાં થોડું એડિટિંગ અને એડિટિંગ આધારિત બ્રેકગ્રાઉન્ડ મ્યુઝીકનું કામ કરવાનું હતું. આ કામ થાય એ પહેલાં જ કોરોનાને કારણે લોકડાઉન થતાં બધાં કામ અટકી ગયાં અને કસીનો પણ અટકી ગઇ. કસીનોની લીડ સ્ટાર પૂજા બેનરજીએ કહ્યું કે અત્યારના સમયમાં આ પ્રકારના ડીજીટલ પ્લેટફોર્મનું મહત્વ બધાને સમજાઈ રહ્યું છે જેમાં કંઇ ખોટું પણ નથી. મેં પોતે આ વેકેશનમાં 7થી વધારે વેબ-સિરીઝ જોઇ છે. પૂજા હવે વધારે ડીજીટલ પ્લેટફોર્મ પર ધ્યાન આપવા માગે છે. પૂજાના કહેવા પ્રમાણે ડીજીટલ પ્લેટફોર્મને કારણે મોબાઈલ સાચા અર્થમાં પર્સનલ ટીવી બની ગયું છે.


Loading...
Advertisement