કપિલ શર્માએ પોસ્ટ કરી દીકરીની તસવીર, 3 મહિનાની અનાયરાની કયૂટનેસે લોકોનું દિલ જીત્યું

02 April 2020 12:38 PM
Entertainment India
  • કપિલ શર્માએ પોસ્ટ કરી દીકરીની તસવીર, 3 મહિનાની અનાયરાની કયૂટનેસે લોકોનું દિલ જીત્યું
  • કપિલ શર્માએ પોસ્ટ કરી દીકરીની તસવીર, 3 મહિનાની અનાયરાની કયૂટનેસે લોકોનું દિલ જીત્યું

મુંબઈ, તા. 2
કોમેડી કિંગ કહેવાતા કપિલ શર્મા આઈસોલેશનમાં રહીને પણ સતત સોશિયલ મીડિયા પર એકિટવ રહે છે. તે ઘણીવાર પોતાની પોસ્ટ દ્વારા લોકોનું ધ્યાન ખેચે છે. પરંતુ આ વખતે કપિલ શર્મા નહીં પરંતુ તેની દીકરી અનાયરાએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. હકીકતમાં કપિલ શર્માએ દુર્ગા અષ્ટમીના ખાસ અવસરે પોતાની ત્રણ મહિનાની દીકરી અનાયરાના ફોટો પોસ્ટ કર્યા. આ ફોટોમાં અનાયરાની કયુટનેસ જોવા લાયક છે.

ફોટોમાં કપિલ શર્મા અને ગિન્ની ચતરથની લાડકી અનાયરા પિંક અને યેલો ફ્રોક પહેરેલી જોવા મળે છે. આ સાથે જ માથા પર ચુંદડી પહેરાવેલી છે. તસવીરમાં હંસી રહેલી નાનકડી અનાયરા ખુબ જ કયુટ લાગી રહી છે.

પોતાની લાડકી દીકરોનો ફોટો શેર કરતા કપિલ શર્માએ લખ્યુ, જય માતા દી. અષ્ટમી, કંજક પૂજન. કપિલ શર્મા દ્વારા શેર કરવામાં આવેલા આ અનાયરાની તસવીર પર બાદશાહ, નેહા, કકકડ, બી. પ્રાક, અરમાન મલિક, રવિ દુબે, રૂચા ચઢ્ઢા, અને મિસ પૂજા જેવા સેલેબ્સ પર કમેન્ટ કરતા પોતાને રોકી શકયા. અનાયરાની આ તસ્વીરો હાલ ખુબ વાઈરલ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા આઈસોલેશનમાં રહીને સતત સોશિયલ મીડિયા પર એકટિવ જોવા મળે છે. થોડા દિવસો પહેલા જ તેણે જનતા કફર્યુના દિવસનો એક વીડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે પોતાની દીકરી સાથે બાલ્કનીમાં ઉભા રહીને તાળી પાડી રહ્યો હતો. કોરોના વાયરસ સામેની જંગમાં લડવા કપિલે પ્રધાનમંત્રી રાહત કોષમાં 50 લાખ રૂપિયાનું દાન પણ કર્યુ હતું.


Loading...
Advertisement