કોરોનાના કારણે આ વર્ષે વિમ્બલ્ડન નહિ રમાય : બીજા વર્લ્ડ વોર બાદ પ્રથમ ઘટના

02 April 2020 12:34 PM
India Sports World
  • કોરોનાના કારણે આ વર્ષે વિમ્બલ્ડન નહિ રમાય : બીજા વર્લ્ડ વોર બાદ પ્રથમ ઘટના
  • કોરોનાના કારણે આ વર્ષે વિમ્બલ્ડન નહિ રમાય : બીજા વર્લ્ડ વોર બાદ પ્રથમ ઘટના

વિશ્વ યુદ્ધ સિવાય પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ પ્રથમ વખત રદ થયું: બ્રિટનમાં કોરોનાની સ્થિતિ જોતા આયોજકોનો નિર્ણય

લંડન: ટેનિસ વિશ્વમાં સૌથી વધુ પ્રતિષ્ઠાજનક ગણાતી વિમ્બલ્ડન સ્પર્ધા કોરેનાના કારણે રદ કરવામાં આવી છે. આ સ્પર્ધાના આયોજક ઓલ ઈંગ્લેન્ડ કલબની ગઈકાલે લંડનમાં મળેલી બેઠક બાદ આ સ્પર્ધા 28 જૂનથી 11 જુલાઈ વચ્ચે રમાનાર હતી. તેને રદ કરવામાં આવી છે. બે વિશ્વયુદ્ધમાં જો કે સ્પર્ધા મુલત્વી રહી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધમાં 1915 થી 1918 અને બીજા વિશ્વ યુદ્ધમાં 1940થી 1945 વચ્ચે આ સ્પર્ધા યોજાઈ ન હતી. 1877થી આ સ્પર્ધા અન્યથા સતત દર વર્ષે રમાય છે અને ટેનિસના તમામ ગ્રાન્ડ સ્લેમમાં આ સ્પર્ધા સૌથી પ્રતિષ્ઠાજનક ગણાય છે અને જયાં સુધી વિમ્બલ્ડન ખિતાબ ન જીતાય ત્યાં સુધી ટેનિસના ટોચ રેન્કીંગના ખેલાડી ખુદને અધુરો ગણે છે.

આ અગાઉ ફ્રેન્સ ઓપન જે મે માસમાં રમાવાનો હતો તે હવે સપ્ટેમ્બરમાં રીશેડયુલ કરાયો છે અને અમેરિકી ઓપન જે 31 ઓગષ્ટથી શરૂ થનાર છે તે હાલ યથાવત છે પણ ન્યુયોર્કમાં જે રીતે કોરાનાની સ્થિતિ છે તે જોતા આ સ્પર્ધાના આયોજન પર પણ પ્રશ્ન છે.


Loading...
Advertisement