ચીનનો વૈજ્ઞાનિક ચામાચિડિયું પકડતો હોવાનો વીડિયો વાયરલ થતા સનસની

02 April 2020 12:24 PM
India Technology World
  • ચીનનો વૈજ્ઞાનિક ચામાચિડિયું પકડતો હોવાનો વીડિયો વાયરલ થતા સનસની

7 મિનિટની આ ડોક્યુમેન્ટરીમાં કોરોના વાઈરસને લઇને અનેક અટકળો

વુહાન,તા. 2 : કોરોના વાઈરસ સંકટના કારણે આખી દુનિયા અત્યારે ટેન્શનમાં આવી ગઇ છે, અને તેનો હજુ ઇલાજ પણ નથી શોધાયો ત્યારે સોશિયલ મીડિયા પર એક ડોક્યુમેન્ટરીનો વીડિયો વાઈરલ થયો છે, જેમાં ચીનનો વૈજ્ઞાનિક ચામાચિડિયું પકડતો નજરે પડે છે.

વુહાન કે જ્યાંથી આ વાઈરસ ફેલાયો છે, ત્યાંના ડિસીઝ કટ્રોલ ઓથોરિટીના સંશોધક તિયાન જુનહુઆ આ વીડિયોમાં જોવા મળે છે. તેઓ હુવેઇ પ્રાંતની ગુફાઓમાં જતા જોવા મળે છે. અને જંગલી ચામાચિડીયાને પકડતા જોવા મળે છે.

આ ડોક્યુમેન્ટરીમાં એ અટકળોને પણ હવા આપવામાં આવે છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે આ વાઈરસ માનવજનિન છે, આ સિવાય એવી પણ અટકળો છે જેમાં કહેવામાં આવ્યું છે કે વુહાનથી ફેલાયેલો આ વાઈરસ જૈવિક હથિયારોનાં પ્રયોગનું પરિણામ છે, જે ચીન કે અમેરિકા દ્વારા કરવામાં આવેલો પ્રયોગ છે. જો કે વિશેષજ્ઞો આ તમામ અટકળોને ફગાવી દઇને જણાવે છે કે આ વિશ્વસનીય નથી પરંતુ યુથ ઇન વાઈલ્ડ નામની આ ડોક્યુમેન્ટરીએ સવાલો જરુર ઉભા કર્યા છે જે એક યુવા ચીની વૈજ્ઞાનિકના કામનો ઉલ્લેખ કરે છે. આ વીડિયો ચાઈના સાયન્સ કોમ્યુનિકેશન વેબસાઈટ દ્વારા નિર્મિત છે.


Loading...
Advertisement