રાણાવાવમાં પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્રને તાળા

02 April 2020 12:03 PM
Porbandar
  • રાણાવાવમાં પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્રને તાળા

સસ્તા ભાવની દવા નહીં મળતા લોકો હેરાન-પરેશાન

(બી.બી.ઠકકર દ્વારા)
રાણાવાવ શહેરમાં સરકાર દ્વારા સસ્તા ભાવે લોકોને દવાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રી દવાનો સ્ટોર્સ (જન ઔષધી કેન્દ્ર) તો ચાલુ હતો. પરંતુ લોકડાઉન થતા જ આ પ્રધાનમંત્રી દવાનો સ્ટોર્સ (જન ઔષધિ કેન્દ્ર)ને તાળા લાગી ગયા છે.
બીલકુલ દવાનો સ્ટોર્સ ખોલવામાં આવતો નથી. આ અંગે ફોન કરી ખરાઈ કરી તો એવો જવાબ મળ્યો કે દવા નથી તો દવા દરેક જાતની ખલાસ થઈ ગઈ છે કે પછી ગરીબ અને મધ્યમ વર્ગનો લોકોને મળતી સસ્તા ભાવની દવાની દુકાનને ઈરાદાપૂર્વક તાળા મારેલા છે? આ બાબતે તપાસ જીલ્લા કલેકટર સાહેબ દ્વારા કરી યોગ્ય કરવા લોકમાંગણી પ્રવર્તે છે.


Loading...
Advertisement