ગુજરાત સરકારના વધુ બે સંવેદનશીલ નિર્ણય : ગરીબ પરિવારોના ખાતામાં રૂ.૧૦૦૦ જમાં થશે અને પાંજરાપોળ - ગૌશાળા માટે પશુ દીઠ રૂ.૨૫ દરરોજ અપાશે

01 April 2020 09:51 PM
Government
  • ગુજરાત સરકારના વધુ બે સંવેદનશીલ નિર્ણય : ગરીબ પરિવારોના ખાતામાં રૂ.૧૦૦૦ જમાં થશે અને પાંજરાપોળ - ગૌશાળા માટે પશુ દીઠ રૂ.૨૫ દરરોજ અપાશે
  • ગુજરાત સરકારના વધુ બે સંવેદનશીલ નિર્ણય : ગરીબ પરિવારોના ખાતામાં રૂ.૧૦૦૦ જમાં થશે અને પાંજરાપોળ - ગૌશાળા માટે પશુ દીઠ રૂ.૨૫ દરરોજ અપાશે

રાજ્યોની રજીસ્ટર્ડ પાંજરાપોળ - ગૌશાળા માટે રૂ.૩૫ કરોડ તો ગરીબ વર્ગના લોકો માટે રૂ.૬૫૦ કરોડ નું પેકેજ જાહેર કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગાંધીનગર : કોરોના વાયરસ ની મહામારી ના કારણે આજે સમગ્ર દેશ સંકટ ના સમય થી પસાર થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે લોકોને બને તેટલી સહાય મળે તે હેતુથી નિર્ણયો કર્યા છે.

અબોલ પશુઓને પૂરતો ઘાસ અને ચારો મળતો રહે અને હાલ જ્યારે વેપાર - ધંધા બંધ છે ત્યારે રાજ્યમાં ચાલતી તમામ રજીસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળ ને આર્થિક સંકટ ને થાય તે માટે પશુ દીઠ રૂ.૨૫ એપ્રિલ મહિના દરમ્યાન રાજ્ય સરકાર તરફ થી આપવામાં આવશે. રૂ.૩૦ થી ૩૫ કરોડ નું પેકેજ જાહેર કરાયું.

આ ઉપરાંત આજથી રાજ્ય સરકારે ગરીબ વર્ગ, બાંધકામ શ્રમિકો, અસંગઠિત કામદારોને માટે મફત અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આજના દિવસે ૧૦ લાખ લોકો સુધી અનાજ સરકાર દ્વારા પહોંચાડવામાં આવ્યું છે.

તે ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આ તમામ વર્ગ માટે વધુ એક જાહેરાત કરતા જણાવ્યું કે આ સર્વે ને તેમના ખાતા માં રૂ.૧૦૦૦ની રોકડ સહાય રાજ્ય સરકાર તરફથી જમાં થશે. રાજ્યના ૬૫ લાખ ગરીબ પરિવાર માટે રૂ.૬૫૦ કરોડ નું પેકેજ જાહેર કર્યું છે.


Loading...
Advertisement